Thursday, 29 December 2011

ક્યાં ગયો મારો કાનુડો

Gujarati Bhajan Kirtan Shree krishna Bhajan


આવરાને બાવરા આવે જશોદા, ઓરડામાંનો દીઠા બાળ
ક્યાં ગયો મારો કાનુડો...
ક્યાં ગયો મારો કાનુડો...
બાસઠ   બજારુને   ચોસઠ   ચૌટા,   ઢુંઢે   યશોદા   માત
ક્યાં ગયો મારો કાનુડો...
રવાયુ લેવા આવી ગોવાળણ, નેતરામાં દીઠા મરા બાળ
ક્યાં ગયો મારો કાનુડો...
માતા  યશોદા   લેવાને  દોડ્યા,  કાને   ચમકારી   આંખ
ક્યાં ગયો મારો કાનુડો...


ચમકારા કરતી આવી વીજલડી, એ રે વીજલડી કાનાની બેનડી
તેડી રમાડ્યા રાસ,  આવી ગયો મારો કાનુડો...
માધવ દાસના સ્વામી શ્યામળીયા, રાખજો ચરણ કમળની પાસ
આવી ગયો મારો કાનુડો...


પ્રભાત થઈ તોયે લાલ ન જાગ્યા

Shree Yamune Kirtan Mangala Song Dhun















(રાગઃ- સાંજ પડીને ઝાલર વાગ્યા, રાધાજીના વર વેલા આવો)

પ્રભાત થઈ તોયે લાલ ન જાગ્યા,
દર્શન વીના નથી ગમતુ,વેલી સવારમાં વાંસીદા વાળુ, 
છેલડો મારો કોણ જાલશે,
ગૌરી તે ગાયને દોવાને બેઠી,
બોઘરા મારા કોણ અંબાવશે,
જળરે જમુનાજીના ભરવાને જાતા,
બેલડા મારા કોણ ચડાવશે,

મહિડા મારા વલોવાને લાગી, 
માખણીયા મારા કોણ માગશે,
સર્વે ગોપિયુ ભેગી થઈને, 
હ્રદયથી કાન પોકારે,
ચૌદ ભુવનનો નાથ જોને જાગ્યા,
બારણા ઉધાડી દર્શન આપ્યા,
દાસ વૈષ્ણવના સ્વામી શ્યામળીયા, 
ભવ ભવના દુઃખ અમારા ભાંગીયા,
પ્રભાત થઈ ને લાલ જાગ્યા, 
મંગળાના દર્શન આપ્યા...


કોણ કહે છે દુનીયામાં હુ છું અનાથ

Gujarati Bhajan Kirtan Shreenathji Dhun



કોણ કહે છે દુનીયામાં હુ છું અનાથ
માથા ઉપર બિરાજે મરો ગોવર્ધન નાથ
વલ્લભે સોપ્યો એના હાથે મારો હાથ
માથા ઉપર બિરાજે મરો ગોવર્ધન નાથ

હે... શરણે આવેલાને તો સંભળતો
બગડેલી બાજી મારી પલમાં સુધારતો
અનાથોનો નાથ એનુ નામ છે શ્રીનાથ
માથા ઉપર બિરાજે મરો ગોવર્ધન નાથ

હે... અમૃત જરે એની અણીયાલી આંખમાં
ઉંચોતે હાથ કરી બોલાવે છે પાસમાં
જાણે મારા અંતરની સઘળીએ વાત
માથા ઉપર બિરાજે મરો ગોવર્ધન નાથ

હે... સેવાને સ્મરણથી પ્રભુને રીઝવવા
દોડી દોડી વાલાના દર્શનીયે જાવા
વૈષ્ણવ કહે છે જન્મો જનમ બનુ એનો દાસ
માથા ઉપર બિરાજે મરો ગોવર્ધન નાથ


મુજને દર્શન દ્યો નંદલાલ

Gujarati Bhjan Kirtan Shreenathji Mangala












મુજને દર્શન દ્યો નંદલાલ, મુજને દર્શન દ્યો નંદલાલ
અન્નનો માગું, ધનનો માગું, માગું તમરો સાથ.. મુજને દર્શન દ્યો નંદલાલ

સમય સમયની છે બલિહારી, આંગણ આવ્યો ભક્ત ભિખારી
દર્શનની તો રાહ જુવે છે જોડીને બે હાથ.. મુજને દર્શન દ્યો નંદલાલ

પીળા પિતાંબર જરકસી જામા, મુંગટધારી આવો સામા..
ઘુઘરીયાળી ચાખડી પેરી, પધારો પ્રભુજી બહાર.. મુજને દર્શન દ્યો નંદલાલ

કાને કુંડળ રુમે ઝુમે, ભાલ તિલકની શોભા સારી
અણીયાળી આંખલડી તમારી ચોરે સૌના ચીત.. મુજને દર્શન દ્યો નંદલાલ

હૈયે હાર ગુંજાનો બિરાજે, કંકણ પોચી કરમાં રાખે
કેડે કંદોરો સુંદર શોભે, ઝાંઝરનો ઝણકાર.. મુજને દર્શન દ્યો નંદલાલ

સગા સબંધિ સુખના બેલી, દુઃખ પડે ત્યારે જાય છે મેલી
દુઃખના ડુંગર તુટી પડે ત્યારે શ્રીજી કરજો સહાય.. મુજને દર્શન દ્યો નંદલાલ