Gujarati Bhajan Kirtan Shree krishna Bhajan
આવરાને બાવરા આવે જશોદા, ઓરડામાંનો દીઠા બાળ
ક્યાં ગયો મારો કાનુડો...
ક્યાં ગયો મારો કાનુડો...
બાસઠ બજારુને ચોસઠ ચૌટા, ઢુંઢે યશોદા માત
ક્યાં ગયો મારો કાનુડો...
રવાયુ લેવા આવી ગોવાળણ, નેતરામાં દીઠા મરા બાળ
ક્યાં ગયો મારો કાનુડો...
માતા યશોદા લેવાને દોડ્યા, કાને ચમકારી આંખ
ક્યાં ગયો મારો કાનુડો...
ચમકારા કરતી આવી વીજલડી, એ રે વીજલડી કાનાની બેનડી
તેડી રમાડ્યા રાસ, આવી ગયો મારો કાનુડો...
માધવ દાસના સ્વામી શ્યામળીયા, રાખજો ચરણ કમળની પાસ
આવી ગયો મારો કાનુડો...
No comments:
Post a Comment