Gujarati Bhjan Kirtan Shreenathji Mangala
મુજને દર્શન દ્યો નંદલાલ, મુજને દર્શન દ્યો નંદલાલ
અન્નનો માગું, ધનનો માગું, માગું તમરો સાથ.. મુજને દર્શન દ્યો નંદલાલ
સમય સમયની છે બલિહારી, આંગણ આવ્યો ભક્ત ભિખારી
દર્શનની તો રાહ જુવે છે જોડીને બે હાથ.. મુજને દર્શન દ્યો નંદલાલ
પીળા પિતાંબર જરકસી જામા, મુંગટધારી આવો સામા..
ઘુઘરીયાળી ચાખડી પેરી, પધારો પ્રભુજી બહાર.. મુજને દર્શન દ્યો નંદલાલ
કાને કુંડળ રુમે ઝુમે, ભાલ તિલકની શોભા સારી
અણીયાળી આંખલડી તમારી ચોરે સૌના ચીત.. મુજને દર્શન દ્યો નંદલાલ
હૈયે હાર ગુંજાનો બિરાજે, કંકણ પોચી કરમાં રાખે
કેડે કંદોરો સુંદર શોભે, ઝાંઝરનો ઝણકાર.. મુજને દર્શન દ્યો નંદલાલ
સગા સબંધિ સુખના બેલી, દુઃખ પડે ત્યારે જાય છે મેલી
દુઃખના ડુંગર તુટી પડે ત્યારે શ્રીજી કરજો સહાય.. મુજને દર્શન દ્યો નંદલાલ
No comments:
Post a Comment