Monday, 23 January 2012


તારો મોબાઈલ નંબર મને આપજે

shrinathaji bhajan kirtan in gujarati

(રાગ - તારી તારી એક એક પલ જાએ લાખની)

રાજા રંગીલા રણછોડ, 
તું તો મારી સાથે બોલ,
તારો મોબાઈલ નંબર મને આપજે,
નંબર જોડું ત્યારે વ્હાલા તું ઉપડ્જે...

મારો ઓળખી લે જે સાદ,
કરીશું હૈયા ખોલી વાત, 
તારી મીઠી મીઠી મોરલી સંભળાવજે,
નંબર જોડું ત્યારે વ્હાલા તું ઉપડ્જે...

તારા મીઠા મધુર બોલ, 
મુજને સાંભળવાના કોડ, 
નાતો બાલુંડાનો કાના તું નિભાવજે
નંબર જોડું ત્યારે વ્હાલા તું ઉપડ્જે...

મારા ડાકોર ના ઠાકોર,
તારે હાથે જીવન દોર,
મને સંકટની વેળાએ તું સંભાળજે,
નંબર જોડું ત્યારે વ્હાલા તું ઉપડ્જે...

તારું દીનબંધુ છે નામ,
મારા હૈયે તારી હામ,
ભક્તો દીનબંધુ નું બિરુદ તું સંભાળજે,
નંબર જોડું ત્યારે વ્હાલા તું ઉપડ્જે...

No comments:

Post a Comment