Thursday, 29 December 2011


કોણ કહે છે દુનીયામાં હુ છું અનાથ

Gujarati Bhajan Kirtan Shreenathji Dhun



કોણ કહે છે દુનીયામાં હુ છું અનાથ
માથા ઉપર બિરાજે મરો ગોવર્ધન નાથ
વલ્લભે સોપ્યો એના હાથે મારો હાથ
માથા ઉપર બિરાજે મરો ગોવર્ધન નાથ

હે... શરણે આવેલાને તો સંભળતો
બગડેલી બાજી મારી પલમાં સુધારતો
અનાથોનો નાથ એનુ નામ છે શ્રીનાથ
માથા ઉપર બિરાજે મરો ગોવર્ધન નાથ

હે... અમૃત જરે એની અણીયાલી આંખમાં
ઉંચોતે હાથ કરી બોલાવે છે પાસમાં
જાણે મારા અંતરની સઘળીએ વાત
માથા ઉપર બિરાજે મરો ગોવર્ધન નાથ

હે... સેવાને સ્મરણથી પ્રભુને રીઝવવા
દોડી દોડી વાલાના દર્શનીયે જાવા
વૈષ્ણવ કહે છે જન્મો જનમ બનુ એનો દાસ
માથા ઉપર બિરાજે મરો ગોવર્ધન નાથ

No comments:

Post a Comment