Shreenathji Satsang Dhum Bhajan Kirtan Gujarati
શ્રી વલ્લભ કહો શ્રી વિઠ્ઠલ કહો બાલ કૃષ્ણ કહીને જગાડોને
મોટા અવાજે તમે ગાઓને, તાલી પાડીને તમે ગાઓને
માતાને મનાવી જગાડોને.. શ્રી વલ્લભ કહો શ્રી વિઠ્ઠલ કહો
બારીએથી માતા છાના જુએ, શોર કરતા ભક્તોને ઇશારો કરે
મારો કાન પોઢયા છે હજુ જાગ્યા નથી.. શ્રી વલ્લભ કહો શ્રી વિઠ્ઠલ કહો
માતા જાળી ખોલોતો ઝાંખી કરીએ, પોઢ્યા કાનને અમે નીરખીએ
દયા લાવોને માતા હાથ જોડીએ.. શ્રી વલ્લભ કહો શ્રી વિઠ્ઠલ કહો
અરજી સુણીને વાલો મારા જાગી ગયા, પોકાર સુણીને વાલો બહાર નીકળ્યા
માનો છેડો દૂર કરીને દર્શન દીધા.. શ્રી વલ્લભ કહો શ્રી વિઠ્ઠલ કહો
દર્શન કરીને વૈષ્ણવો ભાન ભુલ્યા, મુખ્ડુ નીહળીને મન હરખ્યા
વાલા હર પલ રે જો રુદિયા માં.. શ્રી વલ્લભ કહો શ્રી વિઠ્ઠલ કહો
વૈષ્ણવના સ્વામી પ્રભુ શ્યામળીયા, દર્શન દઇ અમને પાવન કર્યા
જન્મ મરણના ફેરા ટળ્યા.. શ્રી વલ્લભ કહો શ્રી વિઠ્ઠલ કહો
No comments:
Post a Comment