Tuesday, 6 March 2012


શ્રી યમુનાજી ના ૪૧ પદ - પદ - 3

Shri Yamunaji na 41 pad in Gujarati - pad - 3

કહત શ્રુતિ સાર, નિર્ધાર કરકે,
ઇન બીના કોણ, ઐસી કરે હૈ સખી;
હરત દુ:ખ - દ્વંદ્વ, સુખ કંદ બરખે ... ૧

'બ્રહ્મસંબંધ' જબ, હોત ય જીવકો,
તબહી ઇનકી, ભુજા વામ ફરકે;
દોર કર, સોર કર જાય પિયસો કહે, 
અતીહી આનંદ, મનમે જુ હરખે ... ૨

નામ નીર્મોલ નગ, લે કોઉના સકે, 
ભક્ત રાખત, હિયે હાર કરકે;
'રસિક' - પ્રીતમ જુકી, હોત જા પર કૃપા,
સોઈ શ્રીયામુનાજીકો રૂપ પરખે... ૩.  


શ્રી યમુનાજી ના ૪૧ પદ - પદ -૪૧

Shri yamunaji na 41 pad - pad - ૪૧

શરણ-પ્રતિ પાલ, ગોપાલ રતિ-વર્ધિનિ,
દેત પતિ-પંથ, પિય-કંથ સન્મુખ કરત;
અતુલ કરુણા મયી, નાથ-અંગ અર્ધિની...૧

દીન જન જાન, રસ-પુંજ કુંજેશ્વરી,
રમત રસ-રાસ, પિય-સંગ નિસ શરદની;
ભક્તિદાયક, સકલ ભવ સિંધુ-તારિણી,
કરત વિધ્વંસ, જન અખિલઅધ મર્દિની...૨

રહત નંદ સુનુ, તટ નિકટ નિસ દિન સદા,
ગોપ ગોપી રમત, મધ્ય રસ-કંદની;
ક્રુષ્ણ લીલા મયી, ક્રુષ્ણ-સુખ કંદની...૩

પદ્મજા પાય, તુ સંગ હી મુરરિપુ,
સકલ સામર્થ્ય મયી પાપકી ખંડની;
ક્રુપા-રસ પુર, વૈકુંઠ પદકી સિઢી,
જગત વિખ્યત, શિવ-શેષ શિર મંડની...૪

પર્યો પદ-કમલ તર, ઔર સબ છાંડકે, 
દેખ દ્રુગ કર દયા, હાસ્ય મુખ મંદની;
ઉભય કર જોર, 'ક્રુષ્ણદાસ' વિનંતી કરે,
કરો અબ ક્રુપા કલિંદ-ગિરિ-નંદિની...૫


Wednesday, 8 February 2012

શ્રી યમુનાજી ના ૪૧ પદ - પદ -2

Shri yamunaji na 41 pad - pad -2


શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે,
નીસદીના પ્રાણપતિ, આય હિયમે, બસે;
જોઈ ગાવે, સુજસે ભાગ્ય તિનકે.
યહી જગમેં સાર, કહત વારંવાર,
સબનકે આધાર, ધન નિર્ધનન કે;
લેત શ્રીયમુને નામ, દેત અભય પદ દાન,
'રસિક' - પ્રીતમ - પિયા બસ જુ ઇનકે.

Thursday, 2 February 2012


શ્રી યમુનાજી ના ૪૧ પદ - પદ -૧



Shri yamunaji na 41 pad - pad -1


પીય સંગ, રંગ ભરી કરી કલોલેં,
સબનકો સુખ દેન, પીય સંગ કરત સેન;
ચીતમે તબ પરત ચેન, જબહી બોલે...
અતીહી વિખ્યાત, સબ બાત ઇનકે હાથ
નામ લેત હી, કૃપા કરી અતોલે;
દરસ કર પરસ કર, ધ્યાન હિય મેં ધરે,
સદા બ્રજનાથ ઇન સંગ ડોલે.
અતીહી સુખ કરન, દુ:ખ સબાન કે હરન,
યેહી લીનો પરન, દે જુ કોલે:
એસી શ્રી યમુને જાન, તુમ કરો ગુનગાન,
'રસિક' પ્રીતમ પાયે, નગ અમોલે.

શ્રી યમુના શાંતિ પાઠ

Shri Yamuna Shanti Path


હરિ ૐ કાલિન્ધૈ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ મહામંગલ પ્રદાં શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ પરમાનન્દ સ્વરુપાય શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ શાન્તા કારમ્ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ શ્યામ સુંદરિ શ્રી યમુનાયૈ નમો નમ:
હરિ ૐ તરણ તારીણી મુકુંદમાધવી શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ આદિશક્તિ મહાશક્તિ ભવસાગર તારીણી શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ પરમશક્તિ ધર્મશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ ઇચ્છાશક્તિ અપારશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ મહાવિષ્ણુવૈ શક્તિ શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ સદાશિવશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ બ્રહ્મવિધ્યાશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ પરઅંવાશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ આત્મશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ મહાલક્ષ્મિ મહાકાલિ મહાસરસ્વતૈ શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ મહારાત્રિ કાલરાત્રિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ દૈવ્યશક્તિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ પધ્મકમલાયૈ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ મહાસુંદરિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ મહાપતનિ મહાદેવિ શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ સૌરભનિર શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ કુંજેશ્વરિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ વ્રજ રેણુન્ક્ટામ શોભિતં શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ ગિરિરાજ ગિરિવર શોભિતં શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ રાસરસ શ્રિ યમુને શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ મંગલમ શુભવિવાહ વરદાયિણિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ વૈષ્ણવ પુત્ર ફલપ્રદાં શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ યશ કિર્તિ વૈભવમ સુખં શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ મહાક્રુપાલુ ચ દયાલુ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ અનંત ગુણ ભુપતે શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ અપાર સુખ શાંતિ પ્રદા શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ સુરાસુર સુ પુજતે શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ ગૌલોકિ ગૌવર્ધનિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ મહાસંકટ વિઘ્ન હરમ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ અનેકાદિ રોગં હરં શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ ભુતપ્રેત પિશાચનાશિનિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ ભક્તિ મુક્તિત્વ પ્રદાયિની શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ નુંસઃ અમ્રુતા શ્રિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ મહાભય વિનાશિનિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ અસાધ્ય રોગાદિ નિવારિણિ શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ સ્વયં જુનિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ અનેક સ્વરુપા શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ નિરાકાર નારાયિણિ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ ભક્તવર દાયિણિ શ્રી યમુનાયૈ નમો નમઃ

હરિ ૐ સર્વકામ વિધ્યા ફલપ્રદાં શ્રી યમુનાયૈ નમો નમ:

હરિ ૐ ગજાનનમભ ભુતગણાદિ સેવતમ શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ ગોપિજન વલ્લભાય શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ સંપુર્ણ પુષ્ટી સ્વરુપાય શ્રી યમુનાયૈ નમો નમઃ
હરિ ૐ યમુના શાંતિ પાઠ સંકિર્તનમ શ્રી યમુનાયૈ નમો નમઃ

ચરણારવીન્દમ સમાંર્પયામી નમોસ્તુ યમુને સદા...


શ્રી યમુનાષ્ટકમ



Shri Yamunashtakam


નમામી યામુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા
મુરારી પદ પંકજ-સ્ફૂરદમંદ રેણુત્કટમ
તટસ્થ નવા કાનન પ્રકટ મોદ પુષ્પામ્બુના
સુરાસુરપૂજિત-સ્મરપીતુ: શ્રીયં બીભ્રતિમ

કાલિન્દ ગીરી મસ્તકે પતદમંદ પુરોજ્જ્વલા
વિલાસ ગમનોલ્લસત-પ્રકટ ગણ્ડ શૈલોન્નતા
સઘોષ ગતિ દન્તુરા, સમધિ રૂઢ દોલોતમા
મુકુન્દરતિવર્ધિની, જયતિ પદ્મ બન્ધોઃ સુતા

ભુવં ભુવન પાવની-મધિ ગતા મને કસ્વનૈઃ
પ્રિયા ભિરિવ સેવિતાં, શુક મયુર હંસાદિભિઃ
તરંગ ભૂજ કંકણ-પ્રકટ મુક્તિકાવાલુકા
નિતમ્બ તટ સુન્દરીં, નમન ક્રુષ્ણ તુર્ય પ્રિયામ

અનન્ત ગુણ ન્હૂષિતે, શિવ વિરંચિ દેવ સ્તુતે
ધના ધન નિભે સદા, ધ્રુવ પરાશરા ભીષ્ટદે
વિશુદ્ધ મથુરાતટે, સકલ ગોપ ગોપી વ્રુતે
કૃપા જલધિ સંશ્રિતે, મમ મનઃ સુખં ભાવય

યયા ચરણ પદ્મજા, પ્રરરિપોઃ પ્રિયં ભવુકા
સમાગમનતો ભવત્, સકલ સિદ્ધિદા સેવતમ્
તયા સદશતામિયાત્, કમલજા સપત્નીવ યત્
હરિ પ્રિય કલિન્દયા, મનસિ મે સદા, સ્થીયતામ્

નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદભુતં
ન જાતુ યમયાતના ભવતિ તે પયઃ પાનતઃ
યમોપિ ભગિની સુતાન, કથમુ હન્તિ દુષ્ટાનપિ
પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકાઃ

મમાસ્તુ તવ સન્નિદ્યો, તનુ નવત્ય મેતવતા
નદુર્લભ તમા રતિ-ર્મુરરિપૌ મુકુન્દ પ્રિયે
અતોસ્તુ તવ લાલના, સુરધુનિ પરં સંગમાત
તવૈવ કિર્તિતા, નતુ કદપિં પુષ્ટિસ્થિતૈઃ

સ્તુતિં તવ કરોતિ કઃ, કમલજા સપત્નિ પ્રિયે
હરેર્યદનુ સેવયા, ભવતિ સૌખ્ય મામોક્ષતઃ
ઇયં તવ કથાધિકા, સકલ ગોપિકા સંગમ
સ્મર શ્રમ જલાણુભિઃ, સકલ ગત્રજૈઃ સંગમઃ

તવષ્ટક મિદં મુદા, પઠતિ સુરસુતે સદા
સમસ્ત દુરિતો ક્ષયો, ભવતિ વૈ મુકુન્દે રતિઃ
તયા સકલ સિદ્ધયો, મુરરિપુશ્વ સંતુષ્યતિ
સ્વભાવ વિજયો ભવેત, વદતિ વલ્લભઃ શ્રી હરેઃ

Thursday, 26 January 2012


શ્રી મહારાણી મા

શ્રી યમુનાજી સહાય કરો મા દાસ પોતાનો જાણી,
નિજ જન જાણી શરણે રાખો અવગુણ મા નવ ધરશો,
દુ:સંગ દોષ સંતાપ મટાડી કૃપા એવી કરજો,
શ્રી યમુનાજી સહાય કરો મા દાસ પોતાનો જાણી,

અધ્યમ ઓધારણ નામ તમારું અધર્મી ને તારો,
જાણે અજાણે નાતા ગાતા છૂટે યમ નો ચારો,
ચરણ કમળ નું બિરુદ તમારું વેદ પુરણ વાંચ્યું,
તેથી શરણ ગયું મા બીજાને નવ જાણું,
શ્રી યમુનાજી સહાય કરો મા દાસ પોતાનો જાણી,

શરણે જતા સંકટ કાપી આશ તમારી સાચી,
સ્વરૂપે જેણે જાણ્યું નહીમાં ભક્તિ એની કાચી,
કાલ કલાદીપ નામ તમારું વ્રજ મંડળ મા ગાજે,
ઘેરો જળ ગંભીરે દીઠા સ્વરૂપ સહીત બિરાજે,
શ્રી યમુનાજી સહાય કરો મા દાસ પોતાનો જાણી,

નંદકુવરના યશ જશ ગાવા દેજો નિર્મળ વાણી,
મોહમાયાના દરિયામાંથી દયા કરી લ્યો તાણી
નીત્પ્રિત હરખી શોભા નીરખી આપના  ગીત ગાવા 
કૃપા કારોમાં મુજ્પર તુહી દુ:ખી ન થવા,
શ્રી યમુનાજી સહાય કરો મા દાસ પોતાનો જાણી,

શિવ સનકાદિક ધ્યાન ઘરે મા રટણ તમારું સાચું,
શેખ સહિતા પાર ના પામે, મહિમા કોઈ નવ જાણે, 
અનુચિત ભક્તિ તનમન ની મા માયા બુદ્ધિ ટાળો,
દોષ કોશ સંતાપ મટાડી મા તમે મને શરણે રાખો,
શ્રી યમુનાજી સહાય કરો મા દાસ પોતાનો જાણી,

દધ્યા ભક્તિ શક્તિ દ્યો મા ભક્તિ લીલા સુખ છે સાચું,
શ્રી વલ્લભ શ્રી કૃષ્ણ કૃષ્ણ એ રચના મુખે પાસું,

દાસના દાસ ની વિનંતી સુની લેજો ઉરમાં તાણી, 
શ્રી યમુનાજી સહાય કરો મા દાસ પોતાનો જાણી,

Monday, 23 January 2012


તારો મોબાઈલ નંબર મને આપજે

shrinathaji bhajan kirtan in gujarati

(રાગ - તારી તારી એક એક પલ જાએ લાખની)

રાજા રંગીલા રણછોડ, 
તું તો મારી સાથે બોલ,
તારો મોબાઈલ નંબર મને આપજે,
નંબર જોડું ત્યારે વ્હાલા તું ઉપડ્જે...

મારો ઓળખી લે જે સાદ,
કરીશું હૈયા ખોલી વાત, 
તારી મીઠી મીઠી મોરલી સંભળાવજે,
નંબર જોડું ત્યારે વ્હાલા તું ઉપડ્જે...

તારા મીઠા મધુર બોલ, 
મુજને સાંભળવાના કોડ, 
નાતો બાલુંડાનો કાના તું નિભાવજે
નંબર જોડું ત્યારે વ્હાલા તું ઉપડ્જે...

મારા ડાકોર ના ઠાકોર,
તારે હાથે જીવન દોર,
મને સંકટની વેળાએ તું સંભાળજે,
નંબર જોડું ત્યારે વ્હાલા તું ઉપડ્જે...

તારું દીનબંધુ છે નામ,
મારા હૈયે તારી હામ,
ભક્તો દીનબંધુ નું બિરુદ તું સંભાળજે,
નંબર જોડું ત્યારે વ્હાલા તું ઉપડ્જે...


ચેતન વાળા ચેતજો

yamunaji kirtan bhajan in gujarati

સાખી
-------
હે...કુરુક્ષેત્ર ના મેદાન માં, કુંતી માતા પુત્ર પર કરે કલ્પાંત,
કૃષ્ણ જી ફૈબા ને વિનવે..., હે... તમે ગયેલા નો ના કરો શોક,
આપણે (૨), એ રસ્તે જવાનું જરૂર છે...
જે જન્મયો, તે મરવાનો...
હે...આજ નહિ તો કાલ, તૈયારી રાખજો...

ભજન
-------
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો,
આપણે એ રસ્તે જવાનું, એ પણ તમે ના ભૂલશો,

ચેતન વાળા ચેતજો, આ જીવન ચાલ્યું જાય છે,
જીવન ચાલ્યું જાય છે, આ દોરી ટૂંકી થાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...

નાનપણમાં મીર ચેતી, હારી ના ગુણલા ગાય છે,
પગ માં બાંધી ઘૂઘરા ને ગીરધર ગોપાલ ગાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...

બાળપણમાં શબરી ચેતી, વન માં ચાલી જાય છે,
ઋષિ મુની ના આશ્રમ છોડી રામ ત્યાં જાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...

પ્રભુની ભક્તિ, પતિની સેવા સતી અનસુયા કહેવાય છે,
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા બાળક બની જાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...

વનરાવન ની કુંજ ગલી માં રાસલીલા થાય છે,
જોતા જોતા નારાસૈયાનો હાથ બળી જાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...

ચલાલા ગામ ના 'જલા મંદિર' માં ભજન કીર્તન થાય છે,
તેમાં બેસી લાવો લેજો, આ ફેરો સુધારી જાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...



છેલ છબીલા છોગાળા


shrinathaji bhajan kirtan in gujarati

છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે,
રંગ તારો કાળો છે...(૩), છેલ છબીલા છોગાળા,
મીઠી મીઠી મોરલી વાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, મીરાને વ્હાલો છે,
ઝેર ના અમૃત કરનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, નરસિંહ ને વ્હાલો છે,
મામેરા પૂરનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, સુધનવા ને વ્હાલો છે,
તેલ ના ઠરનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, પ્રહલાદજી ને વ્હાલો છે,
આગ માંથી ઉગારનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, સાખું બાઈ ને વ્હાલો છે,
પાણીડાં ભરનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, દ્રૌપદી ને વ્હાલો છે,
ચીર ના પૂરનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, ગોપીઓ ને વ્હાલો છે,
રાસે રમાડનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, જશોદા ને વ્હાલો છે,
ખોળા ના ખુન્દનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, ભક્તોને વ્હાલો છે,
દર્શન દેનારા , રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...


Saturday, 21 January 2012


નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે

yamuna bhajan kirtan mangla geet

નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...
શ્યામ વરણ શ્રી અંગ મનોહર ત્રિકમ તન મન મોહ્યું રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

શ્રી કર માં માખણ નો લોંદો બખોડીયા ભર ચાલે રે,
અંગ લપટાવી મુખ માં મેલે વળી લપેટે ગાલે રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

નાના નાના ડગલા ભરતા વારે વારે પડતા રે,
પોતાનું પ્રતિબિંબ નિહાળી સંગમ સાથે રડતા રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

જ્યાં મંથન કરે યશોદા  તેની પાસે આવે રે,
માતાજી મુજને માખણ આપો સાદ કરી બોલાવે રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

પુત્ર સ્નેહ ભરાણા જનની, હસ્તમાં ખોળે લીધા રે,
માખણ મિશ્રી મોદક નાના, બાળક ને કર દીધા રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

રૂમ જુમ કરતા લાડકવાયા, જઇ પારણીયે બેઠા રે,
કુમુન્ડી મેવા લઇ આવે રે, હારી ને લાગે મીઠા રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

દાસ વલ્લભ નાં સ્વામી શ્યામળીયા, હરીને લાડ લડાવે રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...


હારે તમે સાંભળો ને નંદ રાણી

shrinathaji bhajan kirtan mangala geet 

(રાગ - હરે ગોકુલ માં આજ રે દિવાળી)

હારે તમે સાંભળો ને નંદ રાણી,
જગાડો ને વનમાળી, (૨),
પ્રભાત થયું...

હારે અમે ઘરના કામ કાજ છોડ્યા,
હારે અમે રોતા બાળક મેલ્યા,
કે હારે મારે દોવી છે રૂડી ગાવડી (૨),
પ્રભાત થયું...

હારે મારે જમુના જી જાવા ભરવા,
હારે મોટા મોટા વાસીદા કરવા,
કે ક્યારે ઉઠશે મોરારી (૨),
પ્રભાત થયું...

હારે મારા મહીડા છે બહુ જાજા,
હારે મેતો કાન ને નવ દીઠા,
કે હું તો એવી એકલાની (૨),
પ્રભાત થયું...

હારે વલ્લભ નાં સ્વામી શ્યામલા,
હારે વ્હાલે દર્શન દીધા મીઠા,
કે વ્હાલે મારી વાત જાની (૨),
પ્રભાત થયું...

હારે વ્હાલા વૈષ્ણવ ની છે અરજી,
હારે વ્હાલા નો જાતા હૃદય થી,
કે વ્હાલે મારી ભાવ ની ભાંગી,
પ્રભાત થયું...


માતા રે જશોદા તમે કાન ને જગાડો

bal krishna bhajan kirtan mangla geet

(રાગ - શ્રીજી શ્રીજી શ્યામ તમને કેમ સમજાવું)

માતા રે જશોદા તમે કાન ને જગાડો,
દર્શન ને કાજે માતા ઘેલી છે વ્રજ નાર રે,

માતાજી કાન તમારા એકલાના નથી જો,
વ્રજમાં જનમ્યા ત્રણે લોક નાં સ્વામી રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

ગોવાળો પણ ટોળે વળ્યા રમવા મેલો માતાજી,
હજુ કેમ નો જાગ્યા અમારા ટોળીના રખવાળ રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

રંગીલા પારણે વ્હાલો હમણાજ પોઢ્યા,
સુતા નથી કાન અમારો, રાત ભાર જગ્યા રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

કોણ લોક ની કાનને નજરું લાગી,
વલોપાત કરે માતા મુથડી ઉતારે રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

માતાની વાત સાંભળી ગોપી જાખી પડી જો,
પ્રાથના કરે ગોપીઓ ઉગારો અમારા નાથને રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

ચેન કઈ પડે નહિ ને કામ કાજ કરે જો,
છાના માના આવ્યા વ્હાલા ગોપીઓ નાં ઘરે જો,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

ગાય દોતા ગોપીએ કાન ને દીઠા જો,
વાસીદા વળતા વ્હાલો છેડલો જાંલે રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

મહીડા વલોવતા ગોપીએ નેતારામાં દીઠા જો,
જમુનાને કાઠે વ્હાલો બંસી બજાવે રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

ગોપીઓ ના સ્વામી ને અંતરયામિ,
વ્રજની ગોપીઓ સર્વે આનંદ પામી રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો...

Friday, 20 January 2012


લપતો ને છપતો જાગ્યો કાનુડો

krishna bhajan kirtan mangala geet

લપતો ને છપતો જાગ્યો કાનુડો,
ઓરડામાં નો દીઠા માત,
હિબકે રુવે કાનુડો,

સાદ સંભાળીને માતા દોડતા આવિયા,
તેડી લીધા જોને બાળ,
ક્યારે જાગ્યો મારો કાનુડો,

સાંકળ ખખડાવે માતા મોર બતાવે,
ગભરાણા જોને માત,
ક્યારે જાગ્યો મારો કાનુડો,

નંદ બાવા આવે ને ચપટી વગાડે,
માતા જશોદા રાય લૂણ ઉતારે,
છાનો નાં રહે મારો શ્યામ,
ક્યારે જાગ્યો મારો કાનુડો,

માતાજી મુખથી એમ જ બોલ્યા,
નટખટ બન્યા છે કૃષ્ણ કનૈયા,
બાર આવવા રડાય જાય, 
ખોટા બીવડાવે કાનુડો,

બારણાં ઉઘાડી માતા બહાર નીકળ્યા,
ભક્તો ના ટોળા  વ્હાલે નેણ થી નીરખ્યા,
વૈષ્ણવ દેખી હરખાય, 
છાનો રહે મારો કાનુડો,

દસ વલ્લભ નાં સ્વામી શ્યામળિયા
દુખડા અમારા હવે ના રહયા, 
દર્શન દેજો સદાય, 
ભલે જાગ્યો કૃષ્ણ કનૈયો,


મારે સોના સરીખા શ્રી નાથજી

shrinathaji ghajan kirtan mangala geet ghun

[રાગ - (લગ્ન ગીત) મારે સોના સરીખો સુરજ ઉગીયો]

મારે સોના સરીખા શ્રી નાથજી રે,
હું તો કાનો જાગવાને જઈશ,
હું તો દર્શન વિનાની જાખી ફરું રે,

હું તો માતા યશોદાજી ને વિનવું રે, 
માતા કાન ને જગાડો ને આજ,
હું તો દર્શન વિના જાખી ફરું રે,

હું તો નંદ બાવા તમને વિનવું રે,
નંદ જી જાળી ખોલો તો જાખી થાય,
હું તો દર્શન વિના જાખી ફરું રે,

હું તો કીર્તાનીયા ને વારે વારે વિનવું,
વૈષ્ણવ કીર્તન બોલો ને આજ,
હું તો દર્શન વિના જાખી ફરું રે,

હું તો બળ કૃષ્ણ જી ને નમી નમી ને વિનવું રે,
વ્હાલા બહાર આવોતો સુધારે કાજ,
હું તો દર્શન વિના જાખી ફરું રે, 



સાત સમાના દર્શન

shriji bhajan kirtan mangala geet

 

(રાગ - આનંદ આનંદ કરું આરતી)


પ્રથમ દર્શન મંગળના નીરખું,
દોષ જીવ ના કાપો રે વ્હાલા,

બીજા સમરું ગુરુ ચરણ ને,
બ્રહ્મ સબંધ કરવો રે વ્હાલા,

ત્રીજા સમરું ગોવર્ધન ને,
સેવાના સુખ આપો રે વ્હાલા,

ચોથા સમરું યમુના મહારાણી ને ,
યમુના પાન કરવો રે વ્હાલા,

પાચમા સમરું વ્રજ ભૂમિ ને,
વ્રજ પરિક્રમ્મા કરવો રે વ્હાલા,

છઠ્ઠા સમરું શ્રી કૃષ્ણ કનૈયા ને,
બાળ કૃષ્ણ ની જાખી કરવો રે વ્હાલા,

સાતમાં સમરું વ્હાલા વૈષ્ણવ જન ને,
અંતર ના સુખ આપો રે વ્હાલા...

Tuesday, 17 January 2012


ફાગણની રુડી હોળી આવિ

Gujarati Bhan Kirtan Shreeji Holi Dhun











(રાગ - આશા ભર્યા તે અમે આવિયા)

ફાગણ્ની રુડી હોળી આવી ને,
કૈ ઉડે છે અબિલ ગુલાલ રે,
હાલો હાલો વ્રજ મા જઈયે...

ગોકુળનો વાસી પેલો ક્રશ્ન કનૈયો,
ખેલે છે વૈષ્ણવો ની સાથ રે,
હાલો હાલો વ્રજ મા જઈયે...

મુખડુ લાલે ગુલાલે ભર્યુને,
કૈ જામા પહેર્યા જરીદાર રે,
હાલો હાલો વ્રજ મા જઈયે...

પિળા પિતાંબર પહેરિને વ્હાલો,
હોળી ખેલે છે રાધાને સાથ રે,
હાલો હાલો વ્રજ મા જઈયે...

મુખડુ જોઇ ને મારુ દીલડુ ડોલ્યુ રે,
ડોલ્યા મારા આતમરામ રે,
હાલો હાલો વ્રજ મા જઈયે...

જમુનાને કાઠડે ઉભો કનૈયો,
સામે છે વિશ્રામ ઘાટ રે,
હાલો હાલો વ્રજ મા જઈયે...

અબિલ ગુલાલ ના રંગે રંગાણા,
ભક્તોના હૈયા અધિર રે,
હાલો હાલો વ્રજ મા જઈયે...

ભક્ત નરસિંહ ના રંગથી રંગાઈ,
આવ્યા છો શામળા શેઠ રે,
હાલો હાલો વ્રજ મા જઈયે...


હોળી આવિ રે

Gujarati Bhan Kirtan Shree Krishna Holi Dhun











હોળી તો વ્રજ વાસી ખેલે,
ખેલે વ્રજને નાર, હોળી આવિ રે...

જમુના કાઠે ખેલિ રહ્યા છે,
નંદજી ના લાલ, હોળી આવિ રે...

મોર મુગટ ને કાને કુંડળ,
ઉડે અબિલ ગુલાલ, હોળી આવિ રે...

પીળા તો પીતાંબર પહેર્યા,
પિચકારી તૈયાર, હોળી આવિ રે...

સામા સામી ભરી પિચકારી,
છાંટે ગોપી ને ગ્વાલ, હોળી આવિ રે...

કેસુડાનો રંગ રુપાળો,
ઉડે મજમરાથ, હોળી આવિ રે...

સૌ ગોવાળીયા સંગે કનૈયો,
આવે જમુના ઘાટ, હોળી આવિ રે...

વસંતના તો વાયુ વાયા,
ચાલે ચટકતી ચાલ, હોળી આવિ રે...

ફાગણ આવ્યો ફુલડે છાયો,
જોબનવંતી નાર, હોળી આવિ રે...

અંગે અંગ બહુ ઉમંગે,
રસીયાજી રસદાર, હોળી આવિ રે...

વૈષ્ણવ મંડળના સ્વામી શ્યામળીયા,
ઉતારો ભવ પાર, હોળી આવિ રે...


હોળી રમવા મે બોલાવ્યો

Gujarati Bhan Kirtan Shreeji Holi Geet










હોળી રમવા મે બોલાવ્યો, ત્યારે કેમ ના આવ્યો રે,
મારી સાથે હોળી રમતા શાને શરમાયો રે,

વિદુર તારો વીરો લાગતો તો તે ઘેર વહેલો ગ્યોતો રે,
કેળા મેલી છાલો ખાધા ત્યારે ના શરમાયો રે,
હોળી રમવા મે બોલાવ્યો, ત્યારે કેમ ના આવ્યો રે,

નરસિંહ તારો નાનો લાગતો તો તે ઘેર વહેલો ગ્યોતો રે,
તેના બાવન કામ કર્યાતા ત્યારે ના શરમાયો રે,
હોળી રમવા મે બોલાવ્યો, ત્યારે કેમ ના આવ્યો રે,

કરમા તારી કાકિ લાગતી તે ઘેર વહેલો ગ્યોતો રે,
ઉનો ઉનો ખિચડો ખાધો ત્યારે ના શરમાયો રે,
હોળી રમવા મે બોલાવ્યો, ત્યારે કેમ ના આવ્યો રે,

મીરા તારી માસિ લાગતી તે ઘેર વહેલો ગ્યોતો રે,
પગે ઘુઘરા બાંધી નાચતો તો ત્યારે ના શરમાયો રે,
હોળી રમવા મે બોલાવ્યો, ત્યારે કેમ ના આવ્યો રે,

એટલુ કેતા હસી પડ્યો ને હોળી રમવા અવ્યો રે,
મેણાનો માર્યો ભોઠો પડ્યો ને હોળી રમવા આવ્યો રે,
હોળી રમવા મે બોલાવ્યો, ત્યારે કેમ ના આવ્યો રે,


કાચા ચણાના ચોલારે

Gujarati Bhan Kirtan Shreenathji Holi Geet














કાચા ચણાના ચોલારે, ઝાકળીયા લ્યો,
કોણ શેકે ચોલારે, ઝાકળીયા લ્યો,
રાધાજી શેકે ચોલારે, ઝાકળીયા લ્યો,
માવો ભરે ઓ બાળ રે, ઝાકળીયા લ્યો,
રાધાજી ને ઓઢવા ચુંદડી રે, ઝાકળીયા લ્યો,
માવાને ઓઢવા જુલ રે, ઝાકળીયા લ્યો,
રાધાજી ની ચુંદડીયે તારલો રે, ઝાકળીયા લ્યો,
માવાની જુલ મા ઘુસ્યો રે, ઝાકળીયા લ્યો,
કાપે માવાની મુછ રે, ઝાકળીયા લ્યો,
ચોલાને ફગવા આરોગ્યા રે, ઝાકળીયા લ્યો,
ગુલાલ ઉડે હોળી ખેલ્યા રે, ઝાકળીયા લ્યો,