Friday, 20 January 2012


મારે સોના સરીખા શ્રી નાથજી

shrinathaji ghajan kirtan mangala geet ghun

[રાગ - (લગ્ન ગીત) મારે સોના સરીખો સુરજ ઉગીયો]

મારે સોના સરીખા શ્રી નાથજી રે,
હું તો કાનો જાગવાને જઈશ,
હું તો દર્શન વિનાની જાખી ફરું રે,

હું તો માતા યશોદાજી ને વિનવું રે, 
માતા કાન ને જગાડો ને આજ,
હું તો દર્શન વિના જાખી ફરું રે,

હું તો નંદ બાવા તમને વિનવું રે,
નંદ જી જાળી ખોલો તો જાખી થાય,
હું તો દર્શન વિના જાખી ફરું રે,

હું તો કીર્તાનીયા ને વારે વારે વિનવું,
વૈષ્ણવ કીર્તન બોલો ને આજ,
હું તો દર્શન વિના જાખી ફરું રે,

હું તો બળ કૃષ્ણ જી ને નમી નમી ને વિનવું રે,
વ્હાલા બહાર આવોતો સુધારે કાજ,
હું તો દર્શન વિના જાખી ફરું રે, 


No comments:

Post a Comment