Saturday, 21 January 2012


નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે

yamuna bhajan kirtan mangla geet

નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...
શ્યામ વરણ શ્રી અંગ મનોહર ત્રિકમ તન મન મોહ્યું રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

શ્રી કર માં માખણ નો લોંદો બખોડીયા ભર ચાલે રે,
અંગ લપટાવી મુખ માં મેલે વળી લપેટે ગાલે રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

નાના નાના ડગલા ભરતા વારે વારે પડતા રે,
પોતાનું પ્રતિબિંબ નિહાળી સંગમ સાથે રડતા રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

જ્યાં મંથન કરે યશોદા  તેની પાસે આવે રે,
માતાજી મુજને માખણ આપો સાદ કરી બોલાવે રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

પુત્ર સ્નેહ ભરાણા જનની, હસ્તમાં ખોળે લીધા રે,
માખણ મિશ્રી મોદક નાના, બાળક ને કર દીધા રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

રૂમ જુમ કરતા લાડકવાયા, જઇ પારણીયે બેઠા રે,
કુમુન્ડી મેવા લઇ આવે રે, હારી ને લાગે મીઠા રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

દાસ વલ્લભ નાં સ્વામી શ્યામળીયા, હરીને લાડ લડાવે રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

No comments:

Post a Comment