Saturday, 21 January 2012


માતા રે જશોદા તમે કાન ને જગાડો

bal krishna bhajan kirtan mangla geet

(રાગ - શ્રીજી શ્રીજી શ્યામ તમને કેમ સમજાવું)

માતા રે જશોદા તમે કાન ને જગાડો,
દર્શન ને કાજે માતા ઘેલી છે વ્રજ નાર રે,

માતાજી કાન તમારા એકલાના નથી જો,
વ્રજમાં જનમ્યા ત્રણે લોક નાં સ્વામી રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

ગોવાળો પણ ટોળે વળ્યા રમવા મેલો માતાજી,
હજુ કેમ નો જાગ્યા અમારા ટોળીના રખવાળ રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

રંગીલા પારણે વ્હાલો હમણાજ પોઢ્યા,
સુતા નથી કાન અમારો, રાત ભાર જગ્યા રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

કોણ લોક ની કાનને નજરું લાગી,
વલોપાત કરે માતા મુથડી ઉતારે રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

માતાની વાત સાંભળી ગોપી જાખી પડી જો,
પ્રાથના કરે ગોપીઓ ઉગારો અમારા નાથને રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

ચેન કઈ પડે નહિ ને કામ કાજ કરે જો,
છાના માના આવ્યા વ્હાલા ગોપીઓ નાં ઘરે જો,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

ગાય દોતા ગોપીએ કાન ને દીઠા જો,
વાસીદા વળતા વ્હાલો છેડલો જાંલે રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

મહીડા વલોવતા ગોપીએ નેતારામાં દીઠા જો,
જમુનાને કાઠે વ્હાલો બંસી બજાવે રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

ગોપીઓ ના સ્વામી ને અંતરયામિ,
વ્રજની ગોપીઓ સર્વે આનંદ પામી રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો...

No comments:

Post a Comment