Thursday, 26 January 2012


શ્રી મહારાણી મા

શ્રી યમુનાજી સહાય કરો મા દાસ પોતાનો જાણી,
નિજ જન જાણી શરણે રાખો અવગુણ મા નવ ધરશો,
દુ:સંગ દોષ સંતાપ મટાડી કૃપા એવી કરજો,
શ્રી યમુનાજી સહાય કરો મા દાસ પોતાનો જાણી,

અધ્યમ ઓધારણ નામ તમારું અધર્મી ને તારો,
જાણે અજાણે નાતા ગાતા છૂટે યમ નો ચારો,
ચરણ કમળ નું બિરુદ તમારું વેદ પુરણ વાંચ્યું,
તેથી શરણ ગયું મા બીજાને નવ જાણું,
શ્રી યમુનાજી સહાય કરો મા દાસ પોતાનો જાણી,

શરણે જતા સંકટ કાપી આશ તમારી સાચી,
સ્વરૂપે જેણે જાણ્યું નહીમાં ભક્તિ એની કાચી,
કાલ કલાદીપ નામ તમારું વ્રજ મંડળ મા ગાજે,
ઘેરો જળ ગંભીરે દીઠા સ્વરૂપ સહીત બિરાજે,
શ્રી યમુનાજી સહાય કરો મા દાસ પોતાનો જાણી,

નંદકુવરના યશ જશ ગાવા દેજો નિર્મળ વાણી,
મોહમાયાના દરિયામાંથી દયા કરી લ્યો તાણી
નીત્પ્રિત હરખી શોભા નીરખી આપના  ગીત ગાવા 
કૃપા કારોમાં મુજ્પર તુહી દુ:ખી ન થવા,
શ્રી યમુનાજી સહાય કરો મા દાસ પોતાનો જાણી,

શિવ સનકાદિક ધ્યાન ઘરે મા રટણ તમારું સાચું,
શેખ સહિતા પાર ના પામે, મહિમા કોઈ નવ જાણે, 
અનુચિત ભક્તિ તનમન ની મા માયા બુદ્ધિ ટાળો,
દોષ કોશ સંતાપ મટાડી મા તમે મને શરણે રાખો,
શ્રી યમુનાજી સહાય કરો મા દાસ પોતાનો જાણી,

દધ્યા ભક્તિ શક્તિ દ્યો મા ભક્તિ લીલા સુખ છે સાચું,
શ્રી વલ્લભ શ્રી કૃષ્ણ કૃષ્ણ એ રચના મુખે પાસું,

દાસના દાસ ની વિનંતી સુની લેજો ઉરમાં તાણી, 
શ્રી યમુનાજી સહાય કરો મા દાસ પોતાનો જાણી,

Monday, 23 January 2012


તારો મોબાઈલ નંબર મને આપજે

shrinathaji bhajan kirtan in gujarati

(રાગ - તારી તારી એક એક પલ જાએ લાખની)

રાજા રંગીલા રણછોડ, 
તું તો મારી સાથે બોલ,
તારો મોબાઈલ નંબર મને આપજે,
નંબર જોડું ત્યારે વ્હાલા તું ઉપડ્જે...

મારો ઓળખી લે જે સાદ,
કરીશું હૈયા ખોલી વાત, 
તારી મીઠી મીઠી મોરલી સંભળાવજે,
નંબર જોડું ત્યારે વ્હાલા તું ઉપડ્જે...

તારા મીઠા મધુર બોલ, 
મુજને સાંભળવાના કોડ, 
નાતો બાલુંડાનો કાના તું નિભાવજે
નંબર જોડું ત્યારે વ્હાલા તું ઉપડ્જે...

મારા ડાકોર ના ઠાકોર,
તારે હાથે જીવન દોર,
મને સંકટની વેળાએ તું સંભાળજે,
નંબર જોડું ત્યારે વ્હાલા તું ઉપડ્જે...

તારું દીનબંધુ છે નામ,
મારા હૈયે તારી હામ,
ભક્તો દીનબંધુ નું બિરુદ તું સંભાળજે,
નંબર જોડું ત્યારે વ્હાલા તું ઉપડ્જે...


ચેતન વાળા ચેતજો

yamunaji kirtan bhajan in gujarati

સાખી
-------
હે...કુરુક્ષેત્ર ના મેદાન માં, કુંતી માતા પુત્ર પર કરે કલ્પાંત,
કૃષ્ણ જી ફૈબા ને વિનવે..., હે... તમે ગયેલા નો ના કરો શોક,
આપણે (૨), એ રસ્તે જવાનું જરૂર છે...
જે જન્મયો, તે મરવાનો...
હે...આજ નહિ તો કાલ, તૈયારી રાખજો...

ભજન
-------
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો,
આપણે એ રસ્તે જવાનું, એ પણ તમે ના ભૂલશો,

ચેતન વાળા ચેતજો, આ જીવન ચાલ્યું જાય છે,
જીવન ચાલ્યું જાય છે, આ દોરી ટૂંકી થાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...

નાનપણમાં મીર ચેતી, હારી ના ગુણલા ગાય છે,
પગ માં બાંધી ઘૂઘરા ને ગીરધર ગોપાલ ગાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...

બાળપણમાં શબરી ચેતી, વન માં ચાલી જાય છે,
ઋષિ મુની ના આશ્રમ છોડી રામ ત્યાં જાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...

પ્રભુની ભક્તિ, પતિની સેવા સતી અનસુયા કહેવાય છે,
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેવા બાળક બની જાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...

વનરાવન ની કુંજ ગલી માં રાસલીલા થાય છે,
જોતા જોતા નારાસૈયાનો હાથ બળી જાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...

ચલાલા ગામ ના 'જલા મંદિર' માં ભજન કીર્તન થાય છે,
તેમાં બેસી લાવો લેજો, આ ફેરો સુધારી જાય છે,
કૃષ્ણજી માતા કુંતા ને વિનવે, ગયા નો શોક ના કરવો...



છેલ છબીલા છોગાળા


shrinathaji bhajan kirtan in gujarati

છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે,
રંગ તારો કાળો છે...(૩), છેલ છબીલા છોગાળા,
મીઠી મીઠી મોરલી વાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, મીરાને વ્હાલો છે,
ઝેર ના અમૃત કરનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, નરસિંહ ને વ્હાલો છે,
મામેરા પૂરનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, સુધનવા ને વ્હાલો છે,
તેલ ના ઠરનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, પ્રહલાદજી ને વ્હાલો છે,
આગ માંથી ઉગારનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, સાખું બાઈ ને વ્હાલો છે,
પાણીડાં ભરનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, દ્રૌપદી ને વ્હાલો છે,
ચીર ના પૂરનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, ગોપીઓ ને વ્હાલો છે,
રાસે રમાડનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, જશોદા ને વ્હાલો છે,
ખોળા ના ખુન્દનારા, રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...

રંગ તારો કાળો છે, ભક્તોને વ્હાલો છે,
દર્શન દેનારા , રંગ તારો કાળો છે,
છેલ છબીલા છોગાળા, રંગ તારો કાળો છે...


Saturday, 21 January 2012


નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે

yamuna bhajan kirtan mangla geet

નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...
શ્યામ વરણ શ્રી અંગ મનોહર ત્રિકમ તન મન મોહ્યું રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

શ્રી કર માં માખણ નો લોંદો બખોડીયા ભર ચાલે રે,
અંગ લપટાવી મુખ માં મેલે વળી લપેટે ગાલે રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

નાના નાના ડગલા ભરતા વારે વારે પડતા રે,
પોતાનું પ્રતિબિંબ નિહાળી સંગમ સાથે રડતા રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

જ્યાં મંથન કરે યશોદા  તેની પાસે આવે રે,
માતાજી મુજને માખણ આપો સાદ કરી બોલાવે રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

પુત્ર સ્નેહ ભરાણા જનની, હસ્તમાં ખોળે લીધા રે,
માખણ મિશ્રી મોદક નાના, બાળક ને કર દીધા રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

રૂમ જુમ કરતા લાડકવાયા, જઇ પારણીયે બેઠા રે,
કુમુન્ડી મેવા લઇ આવે રે, હારી ને લાગે મીઠા રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...

દાસ વલ્લભ નાં સ્વામી શ્યામળીયા, હરીને લાડ લડાવે રે,
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...
નંદ ભુવન ના આંગણીયામાં બાળક રમતા જોયું રે...


હારે તમે સાંભળો ને નંદ રાણી

shrinathaji bhajan kirtan mangala geet 

(રાગ - હરે ગોકુલ માં આજ રે દિવાળી)

હારે તમે સાંભળો ને નંદ રાણી,
જગાડો ને વનમાળી, (૨),
પ્રભાત થયું...

હારે અમે ઘરના કામ કાજ છોડ્યા,
હારે અમે રોતા બાળક મેલ્યા,
કે હારે મારે દોવી છે રૂડી ગાવડી (૨),
પ્રભાત થયું...

હારે મારે જમુના જી જાવા ભરવા,
હારે મોટા મોટા વાસીદા કરવા,
કે ક્યારે ઉઠશે મોરારી (૨),
પ્રભાત થયું...

હારે મારા મહીડા છે બહુ જાજા,
હારે મેતો કાન ને નવ દીઠા,
કે હું તો એવી એકલાની (૨),
પ્રભાત થયું...

હારે વલ્લભ નાં સ્વામી શ્યામલા,
હારે વ્હાલે દર્શન દીધા મીઠા,
કે વ્હાલે મારી વાત જાની (૨),
પ્રભાત થયું...

હારે વ્હાલા વૈષ્ણવ ની છે અરજી,
હારે વ્હાલા નો જાતા હૃદય થી,
કે વ્હાલે મારી ભાવ ની ભાંગી,
પ્રભાત થયું...


માતા રે જશોદા તમે કાન ને જગાડો

bal krishna bhajan kirtan mangla geet

(રાગ - શ્રીજી શ્રીજી શ્યામ તમને કેમ સમજાવું)

માતા રે જશોદા તમે કાન ને જગાડો,
દર્શન ને કાજે માતા ઘેલી છે વ્રજ નાર રે,

માતાજી કાન તમારા એકલાના નથી જો,
વ્રજમાં જનમ્યા ત્રણે લોક નાં સ્વામી રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

ગોવાળો પણ ટોળે વળ્યા રમવા મેલો માતાજી,
હજુ કેમ નો જાગ્યા અમારા ટોળીના રખવાળ રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

રંગીલા પારણે વ્હાલો હમણાજ પોઢ્યા,
સુતા નથી કાન અમારો, રાત ભાર જગ્યા રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

કોણ લોક ની કાનને નજરું લાગી,
વલોપાત કરે માતા મુથડી ઉતારે રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

માતાની વાત સાંભળી ગોપી જાખી પડી જો,
પ્રાથના કરે ગોપીઓ ઉગારો અમારા નાથને રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

ચેન કઈ પડે નહિ ને કામ કાજ કરે જો,
છાના માના આવ્યા વ્હાલા ગોપીઓ નાં ઘરે જો,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

ગાય દોતા ગોપીએ કાન ને દીઠા જો,
વાસીદા વળતા વ્હાલો છેડલો જાંલે રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

મહીડા વલોવતા ગોપીએ નેતારામાં દીઠા જો,
જમુનાને કાઠે વ્હાલો બંસી બજાવે રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો,

ગોપીઓ ના સ્વામી ને અંતરયામિ,
વ્રજની ગોપીઓ સર્વે આનંદ પામી રે,
માતા રે જશોદા તમે કાન ને જગાડો...

Friday, 20 January 2012


લપતો ને છપતો જાગ્યો કાનુડો

krishna bhajan kirtan mangala geet

લપતો ને છપતો જાગ્યો કાનુડો,
ઓરડામાં નો દીઠા માત,
હિબકે રુવે કાનુડો,

સાદ સંભાળીને માતા દોડતા આવિયા,
તેડી લીધા જોને બાળ,
ક્યારે જાગ્યો મારો કાનુડો,

સાંકળ ખખડાવે માતા મોર બતાવે,
ગભરાણા જોને માત,
ક્યારે જાગ્યો મારો કાનુડો,

નંદ બાવા આવે ને ચપટી વગાડે,
માતા જશોદા રાય લૂણ ઉતારે,
છાનો નાં રહે મારો શ્યામ,
ક્યારે જાગ્યો મારો કાનુડો,

માતાજી મુખથી એમ જ બોલ્યા,
નટખટ બન્યા છે કૃષ્ણ કનૈયા,
બાર આવવા રડાય જાય, 
ખોટા બીવડાવે કાનુડો,

બારણાં ઉઘાડી માતા બહાર નીકળ્યા,
ભક્તો ના ટોળા  વ્હાલે નેણ થી નીરખ્યા,
વૈષ્ણવ દેખી હરખાય, 
છાનો રહે મારો કાનુડો,

દસ વલ્લભ નાં સ્વામી શ્યામળિયા
દુખડા અમારા હવે ના રહયા, 
દર્શન દેજો સદાય, 
ભલે જાગ્યો કૃષ્ણ કનૈયો,


મારે સોના સરીખા શ્રી નાથજી

shrinathaji ghajan kirtan mangala geet ghun

[રાગ - (લગ્ન ગીત) મારે સોના સરીખો સુરજ ઉગીયો]

મારે સોના સરીખા શ્રી નાથજી રે,
હું તો કાનો જાગવાને જઈશ,
હું તો દર્શન વિનાની જાખી ફરું રે,

હું તો માતા યશોદાજી ને વિનવું રે, 
માતા કાન ને જગાડો ને આજ,
હું તો દર્શન વિના જાખી ફરું રે,

હું તો નંદ બાવા તમને વિનવું રે,
નંદ જી જાળી ખોલો તો જાખી થાય,
હું તો દર્શન વિના જાખી ફરું રે,

હું તો કીર્તાનીયા ને વારે વારે વિનવું,
વૈષ્ણવ કીર્તન બોલો ને આજ,
હું તો દર્શન વિના જાખી ફરું રે,

હું તો બળ કૃષ્ણ જી ને નમી નમી ને વિનવું રે,
વ્હાલા બહાર આવોતો સુધારે કાજ,
હું તો દર્શન વિના જાખી ફરું રે, 



સાત સમાના દર્શન

shriji bhajan kirtan mangala geet

 

(રાગ - આનંદ આનંદ કરું આરતી)


પ્રથમ દર્શન મંગળના નીરખું,
દોષ જીવ ના કાપો રે વ્હાલા,

બીજા સમરું ગુરુ ચરણ ને,
બ્રહ્મ સબંધ કરવો રે વ્હાલા,

ત્રીજા સમરું ગોવર્ધન ને,
સેવાના સુખ આપો રે વ્હાલા,

ચોથા સમરું યમુના મહારાણી ને ,
યમુના પાન કરવો રે વ્હાલા,

પાચમા સમરું વ્રજ ભૂમિ ને,
વ્રજ પરિક્રમ્મા કરવો રે વ્હાલા,

છઠ્ઠા સમરું શ્રી કૃષ્ણ કનૈયા ને,
બાળ કૃષ્ણ ની જાખી કરવો રે વ્હાલા,

સાતમાં સમરું વ્હાલા વૈષ્ણવ જન ને,
અંતર ના સુખ આપો રે વ્હાલા...

Tuesday, 17 January 2012


ફાગણની રુડી હોળી આવિ

Gujarati Bhan Kirtan Shreeji Holi Dhun











(રાગ - આશા ભર્યા તે અમે આવિયા)

ફાગણ્ની રુડી હોળી આવી ને,
કૈ ઉડે છે અબિલ ગુલાલ રે,
હાલો હાલો વ્રજ મા જઈયે...

ગોકુળનો વાસી પેલો ક્રશ્ન કનૈયો,
ખેલે છે વૈષ્ણવો ની સાથ રે,
હાલો હાલો વ્રજ મા જઈયે...

મુખડુ લાલે ગુલાલે ભર્યુને,
કૈ જામા પહેર્યા જરીદાર રે,
હાલો હાલો વ્રજ મા જઈયે...

પિળા પિતાંબર પહેરિને વ્હાલો,
હોળી ખેલે છે રાધાને સાથ રે,
હાલો હાલો વ્રજ મા જઈયે...

મુખડુ જોઇ ને મારુ દીલડુ ડોલ્યુ રે,
ડોલ્યા મારા આતમરામ રે,
હાલો હાલો વ્રજ મા જઈયે...

જમુનાને કાઠડે ઉભો કનૈયો,
સામે છે વિશ્રામ ઘાટ રે,
હાલો હાલો વ્રજ મા જઈયે...

અબિલ ગુલાલ ના રંગે રંગાણા,
ભક્તોના હૈયા અધિર રે,
હાલો હાલો વ્રજ મા જઈયે...

ભક્ત નરસિંહ ના રંગથી રંગાઈ,
આવ્યા છો શામળા શેઠ રે,
હાલો હાલો વ્રજ મા જઈયે...


હોળી આવિ રે

Gujarati Bhan Kirtan Shree Krishna Holi Dhun











હોળી તો વ્રજ વાસી ખેલે,
ખેલે વ્રજને નાર, હોળી આવિ રે...

જમુના કાઠે ખેલિ રહ્યા છે,
નંદજી ના લાલ, હોળી આવિ રે...

મોર મુગટ ને કાને કુંડળ,
ઉડે અબિલ ગુલાલ, હોળી આવિ રે...

પીળા તો પીતાંબર પહેર્યા,
પિચકારી તૈયાર, હોળી આવિ રે...

સામા સામી ભરી પિચકારી,
છાંટે ગોપી ને ગ્વાલ, હોળી આવિ રે...

કેસુડાનો રંગ રુપાળો,
ઉડે મજમરાથ, હોળી આવિ રે...

સૌ ગોવાળીયા સંગે કનૈયો,
આવે જમુના ઘાટ, હોળી આવિ રે...

વસંતના તો વાયુ વાયા,
ચાલે ચટકતી ચાલ, હોળી આવિ રે...

ફાગણ આવ્યો ફુલડે છાયો,
જોબનવંતી નાર, હોળી આવિ રે...

અંગે અંગ બહુ ઉમંગે,
રસીયાજી રસદાર, હોળી આવિ રે...

વૈષ્ણવ મંડળના સ્વામી શ્યામળીયા,
ઉતારો ભવ પાર, હોળી આવિ રે...


હોળી રમવા મે બોલાવ્યો

Gujarati Bhan Kirtan Shreeji Holi Geet










હોળી રમવા મે બોલાવ્યો, ત્યારે કેમ ના આવ્યો રે,
મારી સાથે હોળી રમતા શાને શરમાયો રે,

વિદુર તારો વીરો લાગતો તો તે ઘેર વહેલો ગ્યોતો રે,
કેળા મેલી છાલો ખાધા ત્યારે ના શરમાયો રે,
હોળી રમવા મે બોલાવ્યો, ત્યારે કેમ ના આવ્યો રે,

નરસિંહ તારો નાનો લાગતો તો તે ઘેર વહેલો ગ્યોતો રે,
તેના બાવન કામ કર્યાતા ત્યારે ના શરમાયો રે,
હોળી રમવા મે બોલાવ્યો, ત્યારે કેમ ના આવ્યો રે,

કરમા તારી કાકિ લાગતી તે ઘેર વહેલો ગ્યોતો રે,
ઉનો ઉનો ખિચડો ખાધો ત્યારે ના શરમાયો રે,
હોળી રમવા મે બોલાવ્યો, ત્યારે કેમ ના આવ્યો રે,

મીરા તારી માસિ લાગતી તે ઘેર વહેલો ગ્યોતો રે,
પગે ઘુઘરા બાંધી નાચતો તો ત્યારે ના શરમાયો રે,
હોળી રમવા મે બોલાવ્યો, ત્યારે કેમ ના આવ્યો રે,

એટલુ કેતા હસી પડ્યો ને હોળી રમવા અવ્યો રે,
મેણાનો માર્યો ભોઠો પડ્યો ને હોળી રમવા આવ્યો રે,
હોળી રમવા મે બોલાવ્યો, ત્યારે કેમ ના આવ્યો રે,


કાચા ચણાના ચોલારે

Gujarati Bhan Kirtan Shreenathji Holi Geet














કાચા ચણાના ચોલારે, ઝાકળીયા લ્યો,
કોણ શેકે ચોલારે, ઝાકળીયા લ્યો,
રાધાજી શેકે ચોલારે, ઝાકળીયા લ્યો,
માવો ભરે ઓ બાળ રે, ઝાકળીયા લ્યો,
રાધાજી ને ઓઢવા ચુંદડી રે, ઝાકળીયા લ્યો,
માવાને ઓઢવા જુલ રે, ઝાકળીયા લ્યો,
રાધાજી ની ચુંદડીયે તારલો રે, ઝાકળીયા લ્યો,
માવાની જુલ મા ઘુસ્યો રે, ઝાકળીયા લ્યો,
કાપે માવાની મુછ રે, ઝાકળીયા લ્યો,
ચોલાને ફગવા આરોગ્યા રે, ઝાકળીયા લ્યો,
ગુલાલ ઉડે હોળી ખેલ્યા રે, ઝાકળીયા લ્યો,


આજ રસીયો ખેલે ફાગ હોળી

Gujarati Bhajan Kirtan Krishna Holi Geet

 








આવ્યો આવ્યો ગોકુળનો ગીરધારી,
એતો ખોબલીયે છાંટે ગુલાલ મારા વ્હાલા,
આજ રસીયો ખેલે ફાગ હોળી...

લીધી હાથે કનક પિચકારી,
વ્હાલો ચાલે ચટકતી ચાલ મારા વ્હાલા,
આજ રસીયો ખેલે ફાગ હોળી...

રાધા જાતી'તી જમુના જળ ભરવા,
વ્હાલે રંગ્યા છે રાધાજી ના ગાલ મારા વ્હાલા,
આજ રસીયો ખેલે ફાગ હોળી...

ભિંજી ચોળી ને નવરંગ ચુંદડી,
રંગ ઘેલો બન્યો છે ગોપાલ મારા વ્હાલા,
આજ રસીયો ખેલે ફાગ હોળી...

રાધા વિનવે કાનની કર જોડી,
મારો કેડો મેલો તમે નંદજીના લાલ મારા વ્હાલા,
આજ રસીયો ખેલે ફાગ હોળી...

પ્રેમ પાછળ પાગળ છે શ્યામળો,
એતો વૈષ્ણવના હૈયાનો હાર મારા વ્હાલા,
આજ રસીયો ખેલે ફાગ હોળી...

વ્હાલા વલ્લભના સ્વામી ને વિનવુ,
અમને દેજો વ્રજમા વાસ મારા વ્હાલા,
આજ રસીયો ખેલે ફાગ હોળી...


ઊંચે ટિંબે ઢમ ઢમ વાગે

Gujarati Bhajan Kirtan Shree Krishna Dan Song














ઊંચે ટિંબે મ ઢમ વાગે,
ચાલો જોવા જઇએ રે, ચાલો જોવા જઇએ રે,
રાધા સંગે રસિયો જગડે, ચાલો જોવા જઇએ રે,

ગોકુળમાથી મોટી ટોળી કાનુડો લઇ આવ્યો રે,
કાનુડો તો મોટો સુબો, મહી ના દાણ માગે રે,
રાધા સંગે રસિયો જગડે, ચાલો જોવા જઇએ રે,

બરસાનાથી રાધા ગોરી સહીયર સંગે આવ્યા રે,
મહીના છે માટ માથે, ટિંબે આવી પહોચ્યા રે,
રાધા સંગે રસિયો જગડે, ચાલો જોવા જઇએ રે,

રાધાજી ને આવતા જાણી ક્રુષ્ન બંસી બજાવે રે,
સખીઓ સંગે રાધાજી ને સમાધિ લાગી રે,
રાધા સંગે રસિયો જગડે, ચાલો જોવા જઇએ રે,

રસિયો તો સમજાવે સાનમા ગોળિ નાખો ફોડી રે,
ગોવાળીયા તો કામે લગ્યા કરી રેલમછેલી રે,
રાધા સંગે રસિયો જગડે, ચાલો જોવા જઇએ રે,

સખીઓ સંગે રાધા જાગ્યા મહીની નદીઓ ચાલી રે,
કાનુડો ને રાધા ગોરી આવ્યા જીભા-જોડી રે,
રાધા સંગે રસિયો જગડે, ચાલો જોવા જઇએ રે,

ગોવાળોઓ શ્યામ નિ સંગે, સહીયર રાધા જોડે રે,
રાધે-શ્યામનિ ધુન મચાવે રે, મહિના દાણ લુટે રે,
રાધા સંગે રસિયો જગડે, ચાલો જોવા જઇએ રે,

શ્રિજીએ તો ટીંબો કોરિ મંદીર મોટા કિધા રે,
રાધા સંગે રસીયો બિરાજે ચાલો જોવા જઇએ રે,
રાધા સંગે રસીયો બિરાજે ચાલો જોવા જઇએ રે,

દાસ વૈષ્નવ ગાઇએ લિલા તાલ દઇને તાલિ રે,
હ્યદયે આવિ વસજો વાલા રાધાજી ના સ્વામિ રે,
રાધા સંગે રસીયો બિરાજે ચાલો જોવા જઇએ રે,

કાનો છાંટે પિચકારી

Gujarati Bhajan Kirtan Shreeji Holi



આવી ગોકુળ ગામની ટોળી રાજ,
કાનો છાંટે પિચકારી...
ભરી કેસુડે ગાગર ઘોળી રાજ,
કાનો છાંટે પિચકારી...

એને માથે છે મોર નુ પીછુ રાજ,
કાનો છાંટે પિચકારી...
મુખ મલકે છે એનુ મીઠુ રાજ,
કાનો છાંટે પિચકારી...

રાધા જાતી મારગની વાટે રાજ,
કાનો છાંટે પિચકારી...
ઘેરિ ઉભો ગોવાળીયાની સાથે રાજ,
કાનો છાંટે પિચકારી...

રંગ ઉડ્યો છે હોળી ખેલતા રાજ,
કાનો છાંટે પિચકારી...
ભિંજે રાધાની નવરંગ ચોળી રાજ,
કાનો છાંટે પિચકારી...

હાથ ઝાલીને રંગ મા રોળી રાજ,
કાનો છાંટે પિચકારી...
નાથ વૈષ્ણવનો છટકી જાતો રાજ,
કાનો છાંટે પિચકારી...

એને હૈયે હરખ નો માતો રાજ,
કાનો છાંટે પિચકારી...
રાધાનિ મૈનિ મટકિ ફોડી રાજ,
કાનો છાંટે પિચકારી...

વ્હાલા તારા ચરણે મને રાખિ રાજ,
કાનો છાંટે પિચકારી...
આવી ગોકુળ ગામની ટોળી રાજ,
કાનો છાંટે પિચકારી...

Thursday, 12 January 2012


રંગ માં આવ્યો છે રંગવા

Shree Krishna Holi Bhajan

 
(રાગ - ખમ્મા મારા નંદજી ના લાલ)

સખી પેલો જશોદા નો લાલ,
રંગ માં આવ્યો છે રંગવા...

જો જો ના જાય છટકી ને આજે,
લેવો છે એનો લાગ,
રંગ માં આવ્યો છે રંગવા...

આવતાની સાથે એને ઘેરી લે લેજો,
બાંધી દેજો બંને એના હાથ,
રંગ માં આવ્યો છે રંગવા...

જોયા જેવી આજ કરાવી છે માથે,
હૈયા માં છે એવી હામ,
રંગ માં આવ્યો છે રંગવા...

ભરી પિચકારી એને રંગ છાંટી દેજો,
પકડીને બેય એના કાન,

રંગ માં આવ્યો છે રંગવા...

ગુલાબી ગાલ એના શ્યામ વર્ણ કરવા,
શોભે પેલી કુબ્જા ને સાથ,
રંગ માં આવ્યો છે રંગવા...

માથા માં એને વાંકડિયા વાળ છે,
કેસુડે કરો તરબોળ,
રંગ માં આવ્યો છે રંગવા...

ખોટી ખુમારી આજ એની ઉતારજો,
ડાપણ નો ના કદી કરે ડોળ,
રંગ માં આવ્યો છે રંગવા...

કાન શ્યામ કેસરિયા રંગ માં રંગાઇને,
ભૂલી જાય ભલે ખોટા ખેલ,
રંગ માં આવ્યો છે રંગવા...