Wednesday, 11 January 2012


કાનુડે રંગ માં રોળી

Gujarati Bhajan Krishna Holi Geet

 

કાનુડે રંગ માં રોળી,
સહિયર મને, કાનુડે રંગ માં રોળી...

ઘરમાં આવીને ગુલાલ ઉડાડે,
કેસર ગાગર માં ઘોળી,
સહિયર મને, કાનુડે રંગ માં રોળી...

લાખ ટકાની મારી ચુંદડી ભીંજાણી,
ભીંજાણા ચીર અને ચોળી,
સહિયર મને, કાનુડે રંગ માં રોળી...

અમદાવાદ આવો તો વ્હાલા મારે ઘેર આવજો,
જમાડું ખીર અને પોળી,
સહિયર મને, કાનુડે રંગ માં રોળી...

વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી,
હે...મને હેતે રમાડી હોળી,
સહિયર મને, કાનુડે રંગ માં રોળી...

No comments:

Post a Comment