Sunday, 1 January 2012


કાન હોળી રમવાને આવે છે

Shree Krishna Holi Song - Bhajan kirtan








આવે છે આવે છે કાન હોળી રમવાને આવે છે
સાથે ગોવાળીયાની ટોળી લાવે છે
કાન હોળી રમવાને આવે છે
 

ગોકુળ ગામના ઘેરે ઘેરેથી
ગોપીયુ ટોળે મળી આવે છે
કાન હોળી રમવાને આવે છે

કેસુડાંના રંગની ભરી પીચકારી
સામા માળે તેને છાંટે છે
કાન હોળી રમવાને આવે છે

અબીલ-ગુલાલની ભરી રે ઝોળી
ગોકુળ ગામ ગજાવે છે
કાન હોળી રમવાને આવે છે
 
અબીલ-ગુલાલની રમઝટ બોલતી
શેરીઓમાં ધુમ મચાવે છે
કાન હોળી રમવાને આવે છે

ઝાંઝ પખાલને મૃદંગ વાગતા
વ્રજ લોકોની નિંદ્રા ઉડાડે છે
કાન હોળી રમવાને આવે છે

ગોકુળ ગામથી ગેરૈયા નીકળ્યા
બરસાના ગામ ગજાવે છે
કાન હોળી રમવાને આવે છે

રાધારાણી સાથે ગોપીઓ નીકળી
જોયા જેવા રંગ જમાવે છે
કાન હોળી રમવાને આવે છે

વૈષ્ણવ મંડળ એવા રંગને નીહાળવા
પોતાનું ભાન ભુલાવે છે
કાન હોળી રમવાને આવે છે

No comments:

Post a Comment