Sunday, 8 January 2012


સાંજ પડી શ્યામ આવે રે (રાસ)

Shree Yamunaji Kirtan Shreeyamune

 




સાંજ પડી શ્યામ આવે રે (રાસ)
----------------------

(રાગ - ડુંગરેથી ઉતર્યો વાઘ રે)






સાંજ પડી શ્યામ આવે રે, હો મારી યમુનાજી મા,
એની સાથે છે ગાય ને ગોવાળ રે, હો મારી યમુનાજી મા,

તારા નિર છે ધિર ને ગંભીર રે, હો મારી યમુનાજી મા,
એમા કાનુડો એના પાવ રે, હો મારી યમુનાજી મા,
એના પાવ છે નાજુક ને કોમળ રે, હો મારી યમુનાજી મા,
એના આખા દિવસનો થાક ઉતાર રે, હો મારી યમુનાજી મા,
સાંજ પડી શ્યામ આવે રે, હો મારી યમુનાજી મા,

તારા નિર છે મીઠા મધુર રે, હો મારી યમુનાજી મા,
તેમા ખોબલે પિવે છે ગોપ ને ગોવિંદ રે, હો મારી યમુનાજી મા,
એની સાથે છે વાછરુ ને ગાય રે, હો મારી યમુનાજી મા,
એના આખા દિવસની તરસ તુ છિપાવ રે, હો મારી યમુનાજી મા,
સાંજ પડી શ્યામ આવે રે, હો મારી યમુનાજી મા,

તારા કાંઠડે બજાવે કાનો વાંસળી રી, હો મારી યમુનાજી મા,
એના જીણા જીણા સુર સંભળાય રે, હો મારી યમુનાજી મા,
એના સુર છે તાલ દો તાલ રે, હો મારી યમુનાજી મા,
એમા પાણી ભરતી ગોપીઓ નાચે રે, હો મારી યમુનાજી મા,
સાંજ પડી શ્યામ આવે રે, હો મારી યમુનાજી મા,

મધુર નાદે પ્રવાહ તારો વહેતો રે, હો મારી યમુનાજી મા,
તારી સાથે કાને જોડ્યો નાતો રે, હો મારી યમુનાજી મા,
જેવી રાધે ને ક્રુષ્ણની જામે જોડે રે, હો મારી યમુનાજી મા,
એવા શ્યામ ને મહારાણી રે, હો મારી યમુનાજી મા,
સાંજ પડી શ્યામ આવે રે, હો મારી યમુનાજી મા,

તારા નિર નો મહીમા ભારી રે, હો મારી યમુનાજી મા,
એને ગાવાથી મળે મોરારી રે, હો મારી યમુનાજી મા,
વૈષ્ણવો ગાય છે ભાન ભુલી રે, હો મારી યમુનાજી મા,
એને રાખો મા બાવડી જાલી રે, હો મારી યમુનાજી મા,
સાંજ પડી શ્યામ આવે રે, હો મારી યમુનાજી મા,

No comments:

Post a Comment