Sunday, 1 January 2012

મારા લાલ હમણા જાગશે રે

Gujarati Bhajan Kirtan Shrinathji Shreeyamune







(રાગઃ- હું હમણા રમવા આવુ છું, મારી વાટ જોજે તુ કાનુડા)


મારા લાલ હમણા જાગશે રે, માતાજી ઉતાવળા દોડે છે
મારે ગૌરીતે ગાયને દોવી છે, મારા લાલને કટોરી ધરવી છે
મારા લાલ જાગશે તો રડશે રે, માતાજી ઉતાવળા દોડે છે

મારે જમુનાપાણી જાવા છે, મારા લાલને સ્નાન કરાવવા છે
મારા લાલ જાગશે તો રડશે રે, માતાજી ઉતાવળા દોડે છે

મારા મહીવલોણા વલોવવા છે, માખણીયા લાલને ધરવા છે
મારા લાલ જાગશે તો માગશે રે, માતાજી ઉતાવળા દોડે છે

નંદજીનો લાલ વનમાળ, આ સર્વે રહ્યા નીહાળી
રસોડામાં બેથા લાલો પલાઠી વાળી, માતાજી ઉતાવળા દોડે છે

વ્રજનો લાલો ગીરીધારી, અમને લેજો ઉગારી
આવા દર્શન દે જો મોરારી, માતાજી ઉતાવળા દોડે છે

No comments:

Post a Comment