Gujarati Bhajan Kirtan Krishna Holi Geet
ખેલ ખેલ રે હોશીલા કાન જમુના જી ને ઘાટ,
જમુનાજી ને ઘાટ તારી રાધા જોવે વાટ,
ખેલ ખેલ રે હોશીલા કાન જમુના જી ને ઘાટ...
ખેલ ખેલ રે હોશીલા કાન અબીલ ગુલાલ,
અબીલ ગુલાલ ખેલ ધોળકિયા ને તાલ,

ખેલ ખેલ રે હો ભરી પિચકારી,
ભરી પિચકારી, ભીંજે રાધા પનિહારી,

ખેલ ખેલ રે હોશીલા કાન ગોપીઓ ને સંગ,
ગોપીઓ ને સંગ, ઉડે પ્રેમ ના પતંગ,

ખેલ ખેલ રે હોશીલા કાન ગોવાળો ને સાથ,
ગોવાળો ની સાથ, ભર્યો કેસુડે હાથ,

ખેલ ખેલ રે હોશીલા કાન લાવી મોટા ડાંગ,
લાવી મોટા ડાંગ, ભરી મોટી ફલાંગ,

ખેલ ખેલ રે હોશીલા કાન હોળીને દન,
હોળીને દન, રંગીયું ગુલાલે બદન,

ખેલ ખેલ રે હોશીલા કાન વૃંદાવન ને ચોક,
વૃંદાવન ને ચોક, વચ્ચે સ્નેહ ના વરસે ધોધ,

No comments:
Post a Comment