Tuesday, 10 January 2012


ઝૂલે ઝૂલે લાલ

Gujarati Bhajan Kirtan Krishna Paranu









(રાગ : ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે)




ઝૂલે ઝૂલે લાલ, મારો પારણીયે ની માય,
માતા જશોદા આજે હાલરડાં ગાય,
ચારે બાજુ આનંદ આનંદ ઉભરાય,
માતા જશોદા આજે હાલરડાં ગાય...

સોના કેરું પારણું ને રેશમની દોરી,
મીઠું મીઠું હસી વાલે ચિત લીધું ચોરી,
તોરણીય બંધાય ને સાથીયા પુરાય,
માતા જશોદા આજે હાલરડાં ગાય...

ગોપી ગોવાળો સૌ નાચે ને કુદે,
અબીલ ગુલાલ કેવા ગગન માં ઉડે,
વાગે રૂડા ઢોલ ને કીર્તન ગવાય,
માતા જશોદા આજે હાલરડાં ગાય...

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી,
જશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી,
છુટ્ટા હાથે પ્રસાદ ઉડે, સૌ ગાંડા ઘેલા થાય,
માતા જશોદા આજે હાલરડાં ગાય...

No comments:

Post a Comment