Tuesday, 10 January 2012


રમતો દીઠો

Shree Krishna Bhajan Kirtan Shreenathji

 

રમતો દીઠો, રમતો દીઠો, રમતો દીઠો રે,
મેતો ગોવિંદ ને ગોકુલ માં રમતો દેઠો રે...

માતા યશોદા ની સામે બેસીને,
ઝીણે ઝીણે કોળીયે મેં જમતો દેઠો રે,
મેતો ગોવિંદ ને ગોકુલ માં રમતો દેઠો રે...

દુર દુર વગડામાં વાલમ ની વાટે,
ગાયુના ટોળામાં ઘુમતો દીઠો રે,
મેતો ગોવિંદ ને ગોકુલ માં રમતો દેઠો રે...

ઉંચે શીકેથી માખણ ઉતારવા,
ગોવાળિયાની ખંભે મેતો ચડતો દીઠો રે,
મેતો ગોવિંદ ને ગોકુલ માં રમતો દેઠો રે...

માટી ખાધી ને માતા મારવા ને લાગ્યા,
આંસુ સરીને મેતો રડતો દીઠો રે,
મેતો ગોવિંદ ને ગોકુલ માં રમતો દેઠો રે...

યમુનાજી ને કાઠે ને રાધાજીની સંગે,
ગોપીઓના બેડા ચડાવતો દીઠો રે,
મેતો ગોવિંદ ને ગોકુલ માં રમતો દેઠો રે...

મોર, પોપટ, ઠેલ, કોયલ ની સંગે,
થા થા થૈ નટવર ને નાચતો દીઠો રે,
મેતો ગોવિંદ ને ગોકુલ માં રમતો દેઠો રે...

શરદ પૂનમ ની અજવાળી રાતે,
રસિયાને રસ માં રમતો દીઠો રે,
મેતો ગોવિંદ ને ગોકુલ માં રમતો દેઠો રે...


દાઉ ભૈયાની સાથ માં રહી ને,
લીલો પીળો પતંગ ચગાવતો દીઠો રે,
મેતો ગોવિંદ ને ગોકુલ માં રમતો દેઠો રે...

મારા નયન માં આવી સમાયો,
મન નાં મંદિર માં મલકાતો દીઠો રે,
મેતો ગોવિંદ ને ગોકુલ માં રમતો દેઠો રે...

No comments:

Post a Comment