Shree Yamune Bhajan Kirtan Gujarati

મને મારા યમુનાજી વ્હાલા બહુ લાગે,
વ્હાલા બહુ લાગે, પ્યારા બહુ લાગે,
મને મારા યમુનાજી વ્હાલા બહુ લાગે,
વહેલી પ્રભાતમા મને રે જગાડે,
જય શ્રિ ક્રુષ્ન કહી ને ઉતવળા ચાલે,
મિઠો મિઠો હાથ ફેરવે એવુ મને લાગે,
મને મારા યમુનાજી વ્હાલા બહુ લાગે,
મંગળાના દર્શનમા શ્રિજીની સાથે,
પાઠ એના કરુ ત્યરે, મલ્લક મલ્લક થાયે,
આખા દિવસના કામ મા શક્તિ મને આપે,
મને મારા યમુનાજી વ્હાલા બહુ લાગે,
સંકટમા માડિ છુપો સાથ આપે,
મુંજાવ ત્યારે પ્રોત્સાહન આપે,
ડગલે ને પગલે જાણે મારિ સાથે,
મને મારા યમુનાજી વ્હાલા બહુ લાગે,
જરુરિયાત કરતા માએ મને જાજુ બહુ આપિયુ,
ખાવા પિવા રહેવા અને શરીર સારુ આપિયુ,
વૈષ્નવ કુળ મા અવતાર દઇ દુઃખ મારુ કપીયુ,
મને મારા યમુનાજી વ્હાલા બહુ લાગે,
સંધ્યા આરતિ મા માડી સાક્ષાત બિરાજે,
મીઠી મીઠી નજર એતો વૈષ્નવોને આપે,
ભાવ ના ભુખ્યા એતો કાઇ ના માગે,
મને મારા યમુનાજી વ્હાલા બહુ લાગે,
દાસ વૈષ્નવો માડી એટલુજ માગે,
વૈષ્નવોનો સાથ રુડો, વાણિ મીઠી આપો,
ગુણલા ગાઉ તારા ચરણો મા રાખો
મને મારા યમુનાજી વ્હાલા બહુ લાગે,
No comments:
Post a Comment