Gujarati Bhajan Kirtan Shree krishna dhun

દોડી-દોડી આવે રે પેલો નાનકડો કનૈયો,
મને એકલડુ ના લાગે રે મારી પાસે એ રહે તો,
મારુ ગોકુળમા સાસરીયુ રે, પેલા નંદજીની ડેલીમા,
મારી નજરુ ત્યા લાગી રે પેલા નંદના કુવરમા,
દોડી-દોડી આવે રે પેલો નાનકડો કનૈયો.
મારી મહીડાની ગોળી મોટી રે તેમા મહી ભર્યા છે જાજા,
કાનો નેતરા તણાવે રે એના નાના નાના હાથથી,
દોડી-દોડી આવે રે પેલો નાનકડો કનૈયો.
પાછળથી વાલો આવે રે મારે ગળે હાથ વિંટાળતો,
મને ગોપલી કહી બોલાવે રે, માખન ગાલે લપટાવતો,
દોડી-દોડી આવે રે પેલો નાનકડો કનૈયો.
વ્હાલો ગૈયા ચરાવવા જાય રે, વ્હાલો ગેડી દડે રમતો,
મને દિવસ જાખો લાગે રે, પેલા નંદના કુવર વિના,
દોડી-દોડી આવે રે પેલો નાનકડો કનૈયો.
વ્હલો ગોપીના ઘર મા ઘુસતો રે, માખનની ચોરી કરવા,
માકલડા ને ગોરસ ખવડાવે રે, તોયે વાલો અમને ગમતો,
દોડી-દોડી આવે રે પેલો નાનકડો કનૈયો.
મારા સઘળા કામ થાતા રે, વાલો હ્રદયમા રેતો રે,
મારો જન્મ-મરણ ટાળ્યો રે પેલા નંદજીના છૈયે રે,
દોડી-દોડી આવે રે પેલો નાનકડો કનૈયો.
No comments:
Post a Comment