Monday, 2 January 2012


કાના નખરા છોડો ને પ્રભાતમા

Gujarati Bhajan Kirtan Shree Krishna Mangala Dhun

 

(રાગ - તુ રંગાઇ જા ને રંગ મા)

કાના નખરા છોડો ને પ્રભાતમા,
જશોદાજી ઉભા છે દુધ લઇ હાથમા,
કાના નખરા છોડો ને પ્રભાતમા.

આમ તેમ ઘુમતો ગોવાળની સાથમા,
માખણ લુટતો ગોપીઓના ઘરના,
વ્હાલા બગડી ગયા છે કાઇ દાબ વિના,
કાના નખરા છોડો ને પ્રભાતમા.

કહેવા દેને તારા નંદબાવાને,
ખબર લઇશ તારા ગોપ બાળોના,
ઘરની બહાર તને નહિ દઉ જાવા,
કાના નખરા છોડો ને પ્રભાતમા.

તારા એકલાની રાવ બહુ આવે,
પાની ભરતી ગોપી ને સતાવે,
એના મટકા ફોડી ને શિદ હરખાએ,
કાના નખરા છોડો ને પ્રભાતમા.

મોડુ થાય છે મારે ઘરના કામોમા,
રોકી રાખે મને શિદ તારામા,
સુરજ દેવતા માથે આવશે હમના,
કાના નખરા છોડો ને પ્રભાતમા.

તોફાની ઘણો તોયે વ્હલો વ્હલો લાગે મને,
ક્રોધ કરુ તોયે હસવુ આવે છે મને,
તને જોતા સામાધિ લાગે મારા તન મા,
કાના નખરા છોડો ને પ્રભાતમા.

ભવો ભવ મારી સાથ મા રહેજો,
ડુબતિ નૈયા મારી પાર ઉતારજો,
હુતો નિશદિન ગુણ ગાઉ મારા શ્રિજી ના,
કાના નખરા છોડો ને પ્રભાતમા.

No comments:

Post a Comment