Sunday, 8 January 2012


એક તારો હિંડોળો ઉચો શ્રિનાથ

 Shreenathji Bhajan Kirtan in Gujarati












એક તારો હિંડોળો ઉચો શ્રિનાથ,
હિંડોળે જુલે છે રાધે નો શ્યામ,

હિંડોળે સજ્યા છે હિરા ને મોતી,
સોના ના સ્થંભ ને ઝળહળતી જ્યોતિ,
ગોકુળના નાથનો  કેવો છે ઠાઠ,
હિંડોળે જુલે છે ગોવર્ધન નાથ,
એક તારો હિંડોળો ઉચો શ્રિનાથ,

હિંડોળે ગુથ્યા છે ગુલાબ ને મોગરા,
જાઇ, જુઇ ને વળી ચમેલિ-ચંપા,
વચ્ચે રોપ્યા છે રુડા તુલસીના રોપ,
હિંડોળે જુલે છે શ્રિ રણછોડ,
એક તારો હિંડોળો ઉચો શ્રિનાથ,

ફળ-ફુલની તો શોભા છે સારી,
દાડમ-દ્રાક્ષને સોપારી સારી,
કેળા-નાસપતી ને અંગુર અપાર,
હિંડોળે જુલે છે શ્રિ ઘનશ્યામ,
એક તારો હિંડોળો ઉચો શ્રિનાથ,

પિળા પિતાંબર કેસરી ઉપરણા,
માથે શોભે છે કસબિ રુડી કોર,
કાને કુંડળ ને મુખ પર મન મોર,
હિંડોળે જુલે છે નંદ નો કિશોર,
એક તારો હિંડોળો ઉચો શ્રિનાથ,

દાસ વૈષ્ણવની અરજી સ્વિકારો,
ગોકુળના નાથ તમે હિંડોળે પધારો,
ભક્તો ને રાખો તમે ચરણો નિ પાસ,
હિંડોળે જુલે છે રાધે નો શ્યામ,
એક તારો હિંડોળો ઉચો શ્રિનાથ.

No comments:

Post a Comment