Balkrishna Bhajan kirtan mangala geet
શ્રી બાકે બિહારી તારી મૂર્તિ ન્યારી,
મૂર્તિ ન્યારી, સૌને લાગે પ્યારી,
શ્રી બાકે બિહારી તારી મૂર્તિ ન્યારી...
વાંકો વાંકો અંબોડો ને મોરપિચ્છ સોહે,
હસતું મુખડું સૌને મોહે,
અમી જારે છે તારી અણીયાળી આખે,
શ્રી બાકે બિહારી તારી મૂર્તિ ન્યારી...
ગુંજા ની માળા ડોક પર લટકે,
જગમગ જગમગ હીરલો દાઢીએ,
કને કુંડળ શોભે ભરી,
શ્રી બાકે બિહારી તારી મૂર્તિ ન્યારી...
ભાલે તિલક ને ગોરા ગોરા ગાલ છે,
ગુલાબી હોઠે મોરલી સોહાય છે,
નાના નાના હાથ ને આંગળી રૂપાળી,
શ્રી બાકે બિહારી તારી મૂર્તિ ન્યારી...
કેડે કંદોરો કેવો રૂમેઝુમે,
કેસરી અંગરખું ને કસબી કિનારી,
ઉપર ઉપરની શોભા સારી,
શ્રી બાકે બિહારી તારી મૂર્તિ ન્યારી...
પગમાં ઝાંઝર ને તોડો ભરી,
થા થા થૈ થૈ નાચે મુરારી,
દસ વૈષ્ણવ ને લેજો ઉગારી,
શ્રી બાકે બિહારી તારી મૂર્તિ ન્યારી...
No comments:
Post a Comment