Shreenathi Bhajan Kirtan Dhun - Thaal
પીરશે રાણી રાધીકા, તમે જમજો મારા નાથ...
થાળ
જમવા આવો છેલછબીલા ગાયોના ગોવાળ
મારા હાથે રસોઇ કરી પ્રેમે પીરસ્યો થાળ
શેર શેર ઘીનાં મે તો લાડુ બનાવ્યા
ચારોલી, ખસખસ નાંખી ઠારી રે રાખ્યા
ખાધા કરો જ્યા સુધી ન આવે ઓડકાર
મારા હાથે રસોઇ કરી પ્રેમે પીરસ્યો થાળ
શાકમાં તો નખ્યાં છે આદુ, લીલા ધાણા
દાળમાં તો નાખ્યા છે કાજુ, શિંગદાણા
બાસમતી ભાતમાં તો લવિંગ અપાર
મારા હાથે રસોઇ કરી પ્રેમે પીરસ્યો થાળ
જમુનાના નિર મે તો શિતળ કરી દીધા
નાગરવેલનું પાન લાવી મસાલા ભરપૂર છે
સોપારી વરીયાળી સાથે ધાણા કેરી દાળ
મારા હાથે રસોઇ કરી પ્રેમે પીરસ્યો થાળ
કુણા કુણા ફૂલડાની સેજ મે બિછાવી
પોઢણ કરોને મારા જશોદાના જાયા
રામ ભકત વાયું ઢોળે આનંદ અપાર, ક્રષ્ણ ભક્ત ગાણુ ગાયે આનંદ અપાર
મારા હાથે રસોઇ કરી પ્રેમે પીરસ્યો થાળ
No comments:
Post a Comment