Wednesday, 11 January 2012


કાનુડો નાનો હાથમાં બંસી

Gujarati Bhan Kirtan Krishna Holi Geet



કાનુડો નાનો હાથમાં બંસી, રોતો રોતો આવે જો...
મોઢું કાળું વાઘા રંગેલા, હીબકા ભરતો આવે જો,
માતાજી જોને પુછવા લાગ્યા,કોને હાલ તારા કર્યા જો,
વ્રજની ગોપી સર્વે મળી રંગે અમોને રોળ્યાં જો,
કાનુડો નાનો હાથમાં બંસી, રોતો રોતો આવે જો...

કોણ ગોપી, કોણ ગલી, ક્યાં તમે ગયાંતા જો,
આટલા બધા રોળી કાનાને કોને હેરાન કર્યા જો,
બરસાનાની ગોપી મોટી, રાધા એનું નામ જો,
કાનુડો નાનો હાથમાં બંસી, રોતો રોતો આવે જો...

નાના સરખા સખાઓ રમતા, અમોને રંગે રોળ્યાં જો,
માતાજી અમારો કઈ વક નથી ને અમે દયા-ડમરા જો,
અમો ગોપ ગોવાળોએ ગોપીઓ પાસેથી માંગી રૂડી ગોઠ્યુ જો,
કાનુડો નાનો હાથમાં બંસી, રોતો રોતો આવે જો...

સર્વે ગોપીઓએ માની જઈને આપી રૂડી ગોઠ્યુ જો,
એક રાધા રંગે રૂડી એને નાં પાડી જો,
અમો ગોવાળિયાઓ રોષે ભરાણા, આવ્યા સામ સામા જો,
કાનુડો નાનો હાથમાં બંસી, રોતો રોતો આવે જો...

રાધાએ અમોને રંગે રોળ્યાં, અમે પકડીને ગોઠ લીધી જો,
ચૌદ ભુવન નો નાથ રમાડે, માતા હસી પડ્યા જો,
ભલે રહ્યા તમે ગોપીઓ ના સ્વામી, લાગો છો બહુ રૂડા જો,
કાનુડો નાનો હાથમાં બંસી, રોતો રોતો આવે જો...

No comments:

Post a Comment