Sunday, 1 January 2012


ધીરે રે ઝાલો મારા ક્રિષ્ન કનૈયાને

Shreenathji Shreeyamunaji Kirtan Dhun

સાખી(દુહો)

હે... નંદરાયને ધેરે ઉત્સવ મજાનોને વૈષ્ણવની જો ને જામી ભીડ..
એક પછી એક ગોપીઓ લાલાને રમાડતી...
એ... માતા જશોદાનું કળજુ કપાઇ જાય..
હળવે હળવે એને જાલજો... લાલો મારો ચોળાઇ જાય..
આખી રાત વાલીડો સુતો નથી...
કોમળ ફૂલ કરમાઇ ન જાય...

કિર્તનઃ

ધીરે રે ઝાલો મારા ક્રિષ્ન કનૈયાને
પડી ન જવાય મારા કુંવર કનૈયાને
બાવડુ ન દુઃખે તેમ ઝાલો મારા લાલને
ધીરે રે ઝાલો મારા ક્રિષ્ન કનૈયાને

પાપા પગલી પાડે મારો વાલો
હસી હસી ડગલા માંડે મારો વાલો
ઝાંઝરના ઝમકારે આવે મરો લાલો
ધીરે રે ઝાલો મારા ક્રિષ્ન કનૈયાને

એને તો વૈષ્ણવો બહુ બહુ વાલા
પકડીને ડગલા માંડે એ તો લાંબા
ઓંચીતાનુ દોડાઇ ન જવાય મારા લાલને
ધીરે રે ઝાલો મારા ક્રિષ્ન કનૈયાને

એને તો નાના પારણીયે બેસાડો
રેશમની દોરીએ હળવેથી ઝુલાવો
ગોથુ ન ખવાઇ જાય મારા રે લાલને
ધીરે રે ઝાલો મારા ક્રિષ્ન કનૈયાને

દોડવાનુ મન મારા લાલને રે થાય
રુમઝુમ રુમઝુમ કરતા એ ચાલે
આજુ બાજુ નમી ન જવાય મારા લાલને
ધીરે રે ઝાલો મારા ક્રિષ્ન કનૈયાને

દાસ વૈષ્ણવો લાલાને સંભળે, મધુરા ગીતોમાં રુપ બનાવે
વૈષ્ણવોને તમે રે સંભાળો મારા વાલા
પડતાને ટેકો દેજો મારા વાલા
ધીરે રે ઝાલો મારા ક્રિષ્ન કનૈયાને

No comments:

Post a Comment