Gujarati Bhajan Kirtan Shreenathji Dhun

સાખીઃ
હે...નંદના આંગાણા જેવુ દિલ વીશાળ રાખજો અને
નંદ યશોદા જેવો કરજો ભાવ,
ઓલિ ગોપિઓ જેવો મીથો ભાવ આપજો,
એ...ઓલો વૈકુંઠ છોડી આવશે શામળીયો.
(રાગ - કાનાને મનાવો)
કાનાને જમાડો તમે, લલ્લા ને જમાડો,
વખત વયો જાય છે, લલ્લા ને જમડો.
હે...સોના રુપા બાજોઠ ઢાળી લલ્લા ને બેસાડો,
નાના મોટા ખિલોના તમે સંતાડી ને રાખો,
નંદ યશોદા ના ભાવથી જમાડો,
વખત વયો જાય છે, લલ્લા ને જમડો.
હે...ગૌરી ગાય નુ દુધ લેજો મીશ્રી માખન મા મિલાવો,
ચાંદા ચાંદા ચોળી કરી, જીણે કોળિયે જમાડો,
મોહનથાળ ને મગજ લાડુ લલ્લા ને ચખાડો,
વખત વયો જાય છે, લલ્લા ને જમડો.
હે...જમના જળની જારી ભરી લલ્લા પાસે મેલો,
લવીંગ સોપારી પાન ના બીડલા મુખ મા એને મેલો,
વધેલો પ્રસાદ તમે સૌને લેવડાવો,
વખત વયો જાય છે, લલ્લા ને જમડો.
હે...ફુલડાની સેજ બીછાવી હીંડોળો સજાવો,
ધિમો ધિમો તાલ દૈ લલ્લા ને જુલાવો,
એ જો રિજિ ગયો તો આ ભવ નો ફેરો સુધર્યો,
વખત વયો જાય છે, લલ્લા ને જમડો.
No comments:
Post a Comment